GSTV
Gujarat Government Advertisement

ગૌરવ/ દુનિયાના નંબર વન પહેલવાન બન્યા વિનેશ ફોગાટ અને પુનિયા : મહિલા અને પુરૂષ બંને પર ભારતનો કબજો, જાપાનમાં બતાવ્યો દમ

Last Updated on March 8, 2021 by

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કુસ્તીબાજ બજરંગ પુનિયાએ દેશને સોનેરી ભેટ આપી છે. બજરંગ પુનિયાએ રોમમાં ચાલી રહેલી માટીયો પાલિકોન રેન્કિંગ રેસલિંગ સિરીઝમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીત સાથે બજરંગ વિશ્વનો નંબર વન રેસલર બની ગયો છે. તમને જણાવી દઇએ કે રવિવારે સિરીઝની ફાઈનલમાં ભારતીય સ્ટાર રેસલર પૂનીયાએ મંગોલિયાના રેસલર તુલ્ગા તુમ્મર ઓચિરને હરાવી ગોલ્ડ મેડલ સાથે વિશ્વના નંબર વન રેસલર બનવાનો ખિતાબ જીત્યો હતો.

પુનિયાનો ક્વાર્ટર ફાઇનલ શિકાર તુર્કીનો સેલિમ કોઝાન હતો જેને 7-૦થી હરાવ્યો

ભારતીય સ્ટાર રેસલર પૂનીયાને સેમિ ફાઇનલમાં અમેરિકાના જોસેફ ક્રિસ્ટોફર મૈક કેના સામે જીતવું ભારે પડ્યું હતું. આમ, છતાં કઠિન પડકારમાં તેને 6-3થી વિજેતા બની જીત મેળવી હતી. જ્યારે પુનિયાનો ક્વાર્ટર ફાઇનલ શિકાર તુર્કીનો સેલિમ કોઝાન હતો જેને તેણે 7-૦થી હરાવ્યો હતો.

આપને જણાવી દઈએ કે આ મટિઓ પાલિકોન રેન્કિંગ રેસલિંગ સિરીઝની શરૂઆત પહેલા બજરંગ પુનિયા પોતાનું વજન 65 કિલોગ્રામ કેટેગરી રેન્કિંગમાં બીજા ક્રમે હતો પરંતુ અહીં તેણે 14 પોઇન્ટ મેળવીને ટોચ પર પહોંચી ગયો હતો. નવીનતમ રેન્કિંગ ફક્ત આ ટૂર્નામેન્ટના પરિણામ પર આધારિત છે અને તેથી ગોલ્ડ મેડલ જીતનાર રેસલર પ્રથમ ક્રમાંકને પ્રાપ્ત કરી રહ્યો છે.

વિનેશે વિશ્વનો નંબર વન રેસલરનો ખિતાબ પણ જીત્યો હતો

તમને જણાવી દઇએ કે શનિવારે ટોક્યો ઓલિમ્પિકની દાવેદાર તરીકે ગણાતી વિનેશ ફોગાટ સતત બે ગોલ્ડ જીતીને વિશ્વની નંબર વન ખેલાડી બની ગઈ હતી. વિનેશે રોમમાં આ સિરીઝમાં જીત મેળવીને વિશ્વનો નંબર વન રેસલરનો ખિતાબ પણ જીત્યો હતો. ફોગાટે માટિઓ પાલિકોન રેન્કિંગ રેસલિંગ સિરીઝ જીતીને સતત બીજા અઠવાડિયામાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ટુર્નામેન્ટમાં ઉતરતા પહેલા વિનેશ ત્રીજા ક્રમે હતી, પરંતુ તે ફરીથી શનિવારે ગોલ્ડ મેડલ જીતીને પ્રથમ ક્રમે આવી છે.

વિશ્વના નંબર વન રેસલર બનવાની વિનેશની સફર જરાય સરળ નહોતી. બાળપણમાં વિનેશના પિતાની હત્યા થઈ હતી. એટલું જ નહીં, ઈજાના કારણે તે રિયો ઓલિમ્પિકથી પણ બહાર થઈ ગઈ હતી. આમ હોવા છતાં, તે તૂટી ગઈ ન હતી અથવા તેની મહેનત પડી ન હતી, જેનું પરિણામ આજે આખી દુનિયાની સામે છે.

જમીનના વિવાદના કારણે પિતાની હત્યા કરાઈ હતી

વિનેશ ફોગાટનો જન્મ 25 ઓગસ્ટ 1994માં હરિયાણાના ભિવાની જિલ્લામાં થયો હતો. તેના માતા-પિતા પ્રેમલતા અને રાજપાલસિંહ ફોગાટ છે. તેના પિતા મહાવીરસિંહ ફોગાટ (કુસ્તીબાજ બબીતાના પિતા) ના ભાઈ હતા. જ્યારે કુસ્તીબાજો બબીતા, રીતુ અને ગીતા તેમના કઝિન છે. તેણે પોતાની કુસ્તી કારકિર્દીની શરૂઆત 2013માં એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપથી કરી હતી.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો