Last Updated on March 8, 2021 by
કોંગ્રેસના પૂર્વ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના પક્ષ છોડ્યાને ભલે ઘણો સમય થઈ ગયો હોય. પરંતુ તેમના વિશે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નિવેદન ઘણી વાર આવતું રહે છે. રાહુલ ગાંધીએ યુથ કોંગ્રેસના કાર્યક્રમમાં કહ્યું કે, ‘સિંધિયા જે કોંગ્રેસમાં નિર્ણાયક ભૂમિકામાં હતા, તેઓ ભાજપમાં પાછલી સીટ પર બેઠા છે.’
સિંધિયા કોંગ્રેસમાં હતાં ત્યારે અમારી સાથે બેસતા અને નિર્ણાયક ભૂમિકામાં હતાં : રાહુલ ગાંધી
દિલ્હીમાં ભારતીય યુવા કોંગ્રેસના 2 દિવસીય શિબિરમાં ભાગ લેવા પહોંચેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જ્યોતિરાદિત્ય સિંધિયાના નામનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘એ જુઓ આજે તેઓ ક્યાં બેઠા છે. તેમને ભાજપમાં પાછલી હરોળમાં સીટ મળે છે. જ્યારે કોંગ્રેસમાં હતાં ત્યારે તેઓ અમારી સાથે બેસતા હતા અને નિર્ણાયક ભૂમિકામાં હતા.’
જે લોકો કોંગ્રેસની વિચારધારા સાથે નથી જોડાયેલા તેમને પક્ષ છોડવા અટકાવવામાં નહીં આવે : રાહુલ
સિંધિયા જી જ્યારે મારી પાસે આવ્યાં હતાં ત્યારે મે તેમને કહ્યું હતું કે – ‘મહેનત કરો કારણ કે આવનારા સમયમાં મુખ્યમંત્રી બનશો.’ આ સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘કોંગ્રેસ સમુદ્ર જેવો પક્ષ છે, જેના દરવાજા તમામ માટે ખુલ્લા છે અને કોઈને પણ પક્ષમાં આવતા અટકાવવામાં નહીં આવે. જે લોકો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા નથી તેમને પક્ષ છોડી જવા પર અટકાવવામાં નહીં આવે.’
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31