GSTV
Gujarat Government Advertisement

જાણવા જેવું/ 8 માર્ચે નહીં પરંતુ આ દિવસે ભારતમાં ઉજવાય છે મહિલા દિવસ, જાણો કેમ?

Last Updated on March 8, 2021 by

8 માર્ચ (8 March) ના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Womens day) ઉજવવામાં આવે છે. ભારત (India) માં પણ વિશ્વના તમામ દેશોમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના મોકા પર અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસને મહિલાઓ (Women) ને શુભકામનાઓ પાઠવવી તેમજ તેઓને સમ્માનિત કરવાના એક મોકાની રીતે જોવામાં આવે છે. મહિલાઓ પણ એકબીજાને આ દિવસે શુભકામના પાઠવે છે. પરંતુ એ બાબત ખૂબ જ ઓછાં લોકો જાણે છે કે, ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ (National Womens day) 8 માર્ચના રોડ નથી મનાવવામાં આવતો. આ દિવસનો સંબંધ આપણા દેશની મહિલા શક્તિ સાથે છે, દેશના સ્વતંત્રતા સંગ્રામ સાથે છે.

international women's day

શું આની શરૂઆત અમેરિકામાં થઇ હતી?

ઇતિહાસને જોવા પર એવો ખ્યાલ આવે છે કે, સૌ પહેલાં મહિલાઓના હક માટે વર્ષ 1908માં 8 માર્ચના રોજ ન્યુયોર્કમાં એક રેલી નીકાળવામાં આવી હતી. આ રેલીમાં કામ માટે ઉત્તમ વેતન, ઓછાં કલાક અને વોટ આપવાના અધિકારને લઇને ઘણી બધી મહિલાઓએ ભાગ લીધો. તેના એક વર્ષ બાદ આ ઘટનાને વર્ષગાંઠ તરીકે 1909માં અમેરિકી સોશિયલિસ્ટ પાર્ટીએ પ્રથમ વખત રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવ્યો હતો.

અમેરિકાથી યુરોપ સુધી

વર્ષ 2010માં કેપનહેગેન (ડેનમાર્ક) માં થયેલા મહિલાઓના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નક્કી કરવાનો પ્રસ્તાવ રાખ્યો. પછી 1911ના યુરોપમાં પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો. ત્યાર બાદ ધીરે-ધીરે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે તેને માન્યતા મળવા લાગી.

રશિયાની ભૂમિકા

એવું કહેવાય છે કે, 1917 સુધી મહિલા દિવસ તો 8 માર્ચના રોજ અનેક જગ્યાએ ઉજવવામાં આવવા લાગ્યો પરંતુ તેની કોઇ જ સ્પષ્ટતા નથી. 1917માં રશિયામાં મહિલાઓએ શાંતિ અને રોટીની માંગ કરતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ મહિલાઓને વોટ આપવાનો અધિકાર પણ મળ્યો. આ વિરોધ પ્રદર્શનની શરૂઆતની તારીખ જૂલિયન કેલેન્ડર અનુસાર, 23 ફેબ્રુઆરી હતી, પરંતુ ગ્રિગેરિયન કેલેન્ડરમાં આ દિવસ 8 માર્ચનો નીકળ્યો જેથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે 8 માર્ચને મહત્વ મળવા લાગ્યું.

સંયુક્ત રાષ્ટ્રએ ક્યારથી આની કરી શરૂઆત?

વિશ્વમાં મહિલા દિવસને ઓફિશીયલ રીતે મનાવવાની શરૂઆત 1975માં ત્યારે થઇ કે જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ આ આયોજનને મનાવવાનું શરૂ કર્યું. સંયુક્ત રાષ્ટ્રએ 1996માં પ્રથમ વાર તેના આયોજનમાં એક થીમને અપનાવી, આ થીમ હતી – ‘અતીત કા જશ્ન મનાઓ, ભવિષ્ય કી યોજના બનાઓ.’ આજે આ દિવસ એક આંતરરાષ્ટ્રીય દિવસની જેમ દરેક દેશમાં મનાવવામાં આવે છે.

ભારતમાં ક્યારે હોય છે રાષ્ટ્રીય મહિલા દિવસ?

આ રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઇને ભારતીય ઇતિહાસમાં કોઇ ખાસ ઘટના જોવા નથી મળી. પરંતુ તેમ છતાં ભારતનો પોતાનો એક અલગ જ રાષ્ટ્રીય મહિલા દિવસ છે. ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ સ્વતંત્રતા સેનાની અને ભારતની કોકિલા કહેવાતા સરોજિની નાયડુના જન્મદિન 13 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે.

સરોજિની નાયડુ બાળપણથી જ કુશાગ્ર બુદ્ધિથી જ સંપન્ન રહેનારી કવયિત્રી હતાં. તેઓને મહાત્મા ગાંધીએ ભારતની કોકિલાનો ખિતાબ આપ્યો હતો. તેઓ હંમેશા મહિલાઓને આગળ લાવવા માટે પ્રેરિત કરતા હતાં. જેઓ આજે ભારતની દરેક નારી માટે એક આદર્શ ઉદાહરણના રૂપમાં યાદ કરવામાં આવે છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો