GSTV
Gujarat Government Advertisement

અતિ કામનું/ 53 વર્ષ જૂની આ સરકાર સ્કીમમાં લગાવો 1 લાખ રૂપિયા, આવી રીતે મળશે 27 લાખ રૂપિયા

સ્કીમ

Last Updated on March 8, 2021 by

સેવિંગ્સ અને ફિક્સ્ડ ડિપોઝીટ પર ઇંટ્રેસ્ટ રેટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. એવામાં રોકાણકાર એવા વિકલ્પની શોધમાં રહે છે જ્યાં તેમને શાનદાર રિટર્ન મળે અને રોકાણ પણ સુરક્ષિત રહે. જો કોઈ રોકાણકાર રિસ્ક લેવા તૈયાર છે તો તેઓ મ્યુચુઅલ ફંડ અને શેર બજારમાં વધુ પૈસા લગાવે છે. જો રિસ્ક નથી ઈચ્છતાં તો ફિક્સ ઇનકમ વાળા સાધન વધુ સારા છે. આજે તમને એક એવી સરકારી સ્કીમ અંગે જણાવવા જઈ રહ્યા છે જ્યાં 1 લાખ રૂપિયાથી રોકાણ શરુ કરવા પર તેઓ 15 વર્ષમાં 27 લાખ રૂપિયા થઇ જશે.

Public Provident Fund (PPF) આજની તારીખમાં રોકાણનો શાનદાર વિકલ્પ છે. એની શરૂઆત 1968માં કરવામાં આવી હતી. છેલ્લા 53 વર્ષમાં આ રોકાણકારોને લુભાવે છે. એની સૌથી મોટી ખાસિયત એ છે કે આ સેવિંગ સ્કીમ સાથે ટેક્સ સેવિંગ સ્કીમ પણ છે. આ EEE કેટેગરી અંતર્ગત આવે છે. આ એક લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે જેમાં દર વર્ષે રોકાણ કરી તમે ટેક્સમાં ડિડક્શનનો લાભ ઉઠાવી શકો છો. જયારે આ મેચ્યોર થાય છે ત્યારે મેચ્યોરિટી અમાઉન્ટ અને ઇંટ્રેસ્ટ ઇનકમ બંને પુરી રીતે ટેક્સ ફ્રી છે. રિટર્નની વાત કરીએ તો તેઓ ગેરંટીડ છે. એવામાં તમને જાણકારી હશે કે તમારું રોકાણ કેટલું થઇ ગયું છે.

1 લાખ દર વર્ષે જમા કરવા પર મળશે 27 લાખ

વર્તમાનમાં પબ્લિક પ્રોવિડંટ ફંડ પર ઇંટ્રેસ્ટ રેટ 7.1% છે. એવામાં ઓછામાં ઓછા એક વર્ષમાં 500 રૂપિયા અને મહત્તમ 1.5 લાખ રૂપિયા રોકાણ કરી શકે છે. આ સ્કીમ 15 વર્ષની છે. એમાં આગળ એને 5-5 વર્ષના બ્લોકમાં વધારવામાં આવે છે. જો કોઈ રોકાણકાર દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરવાનું શરુ કરે છે તો વર્તમાન દરથી 15 વર્ષ પછી એને 27 લાખ 139 રૂપિયા મળશે જે પુરી રીતે ટેક્સ ફ્રી હશે. આ પ્રિન્સિપાલ અમાઉન્ટ 15 લાખ રૂપિયા અને ઇંટ્રેસ્ટ ઇનકમ 12 લાખ 12 હજાર 139 રૂપિયા છે. દર મહિને 500ના હીસાબે રોકાણ કરો તો 15 વર્ષ પછી 162728 રૂપિયા મળશે. જો દર મહિને 1000 રૂપિયાના હિસાબે રોકાણ કરશો તો 15 વર્ષમાં 3,25,457 રૂપિયા મળશે. દર વર્ષે 10 હજાર રૂપિયા રોકાણ કરવામાં આવે છે તો એમને 271214 રૂપિયા મળશે .

PPF એકાઉન્ટ પર લોન અને આંશિક ઉપાડની સુવિધા

PPF એકાઉન્ટ હોલ્ડરને લોનની પણ સુવિધા મળે છે . ત્રીજા અને પાંચમા વર્ષમાં આ સુવિધા મળે છે. આ દર વર્ષે જમા રકમની મહત્તમ 25% સુધી થઇ શકે છે. આમ તો એના માટે લોક-ઈન પિરિયડ 15 વર્ષનો છે, પરંતુ 6 વર્ષે પૂરું થયા પછી 7 વર્ષથી આંશિક ઉપાડની સુવિધા આપવામાં આવી છે. એક કોન્ટ્રીબ્યુશન પોતાના ફંડમાં જમા રાશિમાં મહત્તમ 50% સુધી ઉપાડી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો