Last Updated on March 8, 2021 by
આ દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે ભારતીય બજારમાં હવે ઈલેકટ્રિકલ વ્હીકલ્સનું ચલણ વધારે જોવા મળી રહ્યુ છે. લોકો પેટ્રોલ-ડીઝલથી ચાલનારી ગાડિઓમાં ધ્યાન ન આપીને ઈલેકટ્રિકલ વ્હીકલથી આકર્ષિત થઈ રહ્યા છે. એવામાં
atumobile પ્રાઈવેટ લિમિટેડે પોતાની નવી જનરેશન ઈલેકટ્રિક બાઈક Atum 1.0ને ભારતીય માર્કેટમાં લોંચ કરી છે.
માત્ર 7 રૂપિયામાં કરો 100 કિલોમીટરની મુસાફરી
હૈદરાબાદની સ્ટાર્ટઅપ કંપની atumobile પ્રાઈવેટ લિમિટેડેAtum 1.0 ને બનાવી છે. કંપનીનુ કહેવુ છે કે, આ બાઈક માત્ર 7 રૂપિયામાં 100 કિલોમીટરની ડ્રાઈવિંગ રેંજ આપશે. કંપનીનો દાવો છે કે, આ બાઈક પેટ્રોલના વધતા ભાવ અને પ્રદુષણને ઓછુ કરવામાં કારગર સાબિત થશે. આ બાઈક માત્ર 4 કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય છે. અને ફૂલ ચાર્જમાં 100 કિમીની ડ્રાઈવિંગ રેંજ આપે છે. કંપની આ બાઈકની બેટરીમાં 2 વર્ષની ગેરેંટી આપે છે. આ બેટરી માત્ર 7-8 રૂપિયાના ખર્ચમાં ફૂલ ચાર્જ થઈ જાય છે.
Atum 1.0ની કીંમત અને ફીચર્સ
કંપનીએ આ ઈલેકટ્રિક બાઈકની બેઝિક પ્રાઈસ 50 હજાર રૂપિયા રાખવામાં આવી છે. આ બાઈકને સંપુર્ણ રીતે ભારતમાં જ બનાવાવામા આવી છે. લોકોની સૂરક્ષાને ધ્યાને લઈને તેની સ્પીડને ઓછી રાખવામાં આવી છે. કંપનીએ આ બાઈકમાં ડિઝિટલ ડિસ્પ્લે, આરામદાયક સીટ, LED હેડલાઈટ, ટેલ લાઈટ અને ઈંડીકેટર્સ જેવા ફીચર્સ પણ આપશે.
કેવી રીતે કરશો બુકિંગ
ઓટોમોબાઈલ કંપનીએ કહ્યું કે, તેની બુકિંગ માટે કંપનીએ અઘિકારિક પોર્ટલ Atumobile.co પર જઈને કરી શકો છો. કંપનીએ જણાવ્યુ કે, તેની લોન્ચિંગ બાદ પણ અત્યારસુઘી અમારી પાસે 400થી વધારે બાઈક્સની બુકિંગ આવી ચૂકી છે. અને કંપની આ ઈલેકટ્રિક બાઈકની બજારમાં જલ્દીથી જ ડિલિવરી શરૂ કરશે.
આ ઈલેકટ્રિક બાઈક્સને આપશે ટક્કર
એવુ મનાઈ રહ્યુ છે કે, Atumobileની આ બાઈક Revoltની RV400 ઈલેક્ટ્રિક બાઈકને ટક્કર આપી શકે છે. RV400 સંપૂર્ણ રીતે સમાર્ટ બાઈક છે. આ બાઈકને તમે તમારા ફોનથી પણ કનેકટ કરી શકો છો. આ બાઈક તમારા નજીકના સ્વેપ સ્ટેશનનો રસ્તો પણ દેખાડે છે. જયાં તમે બેટરી ચેંજ કરી શકો છો.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31