GSTV
Gujarat Government Advertisement

મહાદાન/ રામ મંદિર નિર્માણ માટે આ રાજ્યના લોકોએ સૌથી વધુ દાન, આટલા કરોડે પહોંચ્યો આંકડો

રામ

Last Updated on March 8, 2021 by

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે દેશભરમાંથી લોકોએ છુટ્ટા હાથે દાન આપ્યું છે, તેના માટે શરૂ કરાયેલું ઘરે-ઘરે ફાળો ઉઘરાવવાનું અભિયાન બંધ કરવામાં આવ્યું છે, હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસનાં મહામંત્રી અને વિહિપનાં કેન્દ્રીય ઉપાધ્યક્ષ ચંપત રાયે કેટલું દાન એકઠું કરાયું તે અંગે માહિતી આપી છે.

રામ

રામ મંદિર માટે આ રાજ્ય તરફથી મળ્યું સૌથી વધુ દાન

ચંપક રાયે જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનનારા ભવ્ય મંદિર માટે દેશભરમાં સૌથી વધુ દાન રાજસ્થાન તરફથી મળ્યું છે. તેમણે કહ્યું કે રાજસ્થાનની જનતાએ મહત્તમ 515 કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે.

રામ

42 દિવસ ચાલ્યુ અભિયાન

મીડિયા સાથે વાત કરતા ચંપત રાયે જણાવ્યું હતું કે, રાજસ્થાનનાં 36 હજાર ગામડાઓ અને શહેરોમાંથી 515 કરોડ રૂપિયાથી વધુનું ફંડ મંદિર માટે સમર્પિત કર્યા છે. તેમણે કહ્યું કે મકરસંક્રાંતિ (15 જાન્યુઆરી) થી દેશમાં માગ પૂર્ણિમા (27 ફેબ્રુઆરી) સુધીના 42 દિવસનાં અભિયાનમાં, એક લાખ 75 હજાર જૂથો દ્વારા લગભગ 9 લાખ ટોળીઓએ ઘરે ઘરે સંપર્ક કરાયો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો