Last Updated on March 8, 2021 by
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ખાતાધારકોની મોટી મુશ્કેલી ઓછી કરી નાખી છે. ત્યારે હવે ખાતાધારકોને નોકરી બદલા પર જાતે જ ડેટ ઓફ એક્ઝિટ (Date of Exit) ને ઓનલાઈન અપડેટ કરી શકશે. અગાઉ આ જાણકારી અપડેટ કરવાનો અધિકાર કંપની પાસે હતો, અને તેનાથી ખાતાધારકોનો PF ખાતુ અપડેટ કરવામાં ખૂબ પરેશાનીઓ આવતી હતી.
કર્મચારીઓને થતી હતી તકલીફો
કોઈ પણ પ્રાઈવેટ લિમિટેડ કંપનીઓમાં કર્મચારીઓની સેલરીનો એક ભાગ પીએફ તરીકે કાપવામાં આવે છે. આ પૈસાને કર્મચારીના PF ખાતામાં જમા કરવામાં આવે છે. જ્યાં સુધી કર્મચારી તે કંપનીમાં નોકરી કરે છે, ત્યાં સુધી તો તેમાં કોઈ વાંધો નહીં આવે, પણ જ્યારે કર્મચારી નોકરી છોડીને અન્ય કોઈ કંપનીમાં ચાલ્યો જાય છે, ત્યારે મોટા ભાગે મામલો જૂની કંપનીની જાણકારીઓ અપડેટ કરવામાં ખાસ્સી મુશ્કેલીઓનો સામનો કરતો હોય છે. કર્મચારીઓની આ પરેશાનીને ભારત સરકારે હવે હલ કરી નાખી છે. ડેટ ઓફ એક્ઝિટને અપડેટ કરવાનો અધિકાર હવે ખાતાધારકોને આપી દીધો છે.
કેવી રીતે અપડેટ કરશો Date of Exit
PF ના ખાતાધારકો સૌથી પહેલા https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર યુએએન અને પાસવર્ડ આપીને લોગીન કરે. સફળ લોગીન થવા પર મેનેજ પર જઈને માર્ક એક્ઝિટ પર ક્લિક કરે. ત્યાર બાદ સેલેક્ટ એમ્પોઈમેંટથી પીએફ અકાઉન્ટ નંબરને સિલેક્ટ કરો. હવે ડેટ ઓફ એક્ઝિટ અને રીઝન ઓફ એક્ઝિટ પર ક્લિક કરો. બાદમાં રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરી અને આધાર સાથે લિંક્ડ મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી નાખો. હવે ચેક બોક્સને સિલેક્ટ કરો. ત્યાર બાદ અપડેટ પર ક્લિક કરો અને ઓકે પર ક્લિક કરો. આવુ કરવાથી આપની ડેટ ઓફ એક્ઝિટ અપડેટ થઈ જશે.
Date of Exit અપડેટ કરવાથી શું ફાયદો થશે
EPFOના જણાવ્યા અનુસાર જો આપની એક્ઝિટ ડેટ અપડેટ નથી થઈ, તો આપ આપના પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકશો નહીં. ન તો ખાતામાંથી જૂની કંપનીમાંથી નવી કંપનીમાં ટ્રાંસફર કરી શકશો, પણ EPFOએ Date of Exit અપડેટ કરવાનો અધિકાર કર્મચારીઓને આપી દીધો છે. તેનાથી કર્મચારીઓની મોટી સમસ્યા હલ થઈ ગઈ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31