Last Updated on March 7, 2021 by
દુનિયાભરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ ફરીથી ઉછાળો આવતા ચિંતાનો માહોલ સર્જાયો છે, હવે વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) પણ કોરોના અંગે ચેતવણી આપી છે, WHOનાં જણાવ્યા પ્રમાણે હજું કોરોનાની ત્રીજી અને ચોથી લહેરનું જોખમ દુનિયા પર તોળાઇ રહ્યું છે. જેથી દુનિયાનો કોઇ પણ દેશ કોરોનાનું સંક્રમણ ફેલાતું રોકવાનાં પ્રયાસોમાં બિલકુલ પણ ઘટાડો ન કરે.
ગંભીર ચેતવણી આપી
WHOનાં વડા ટેડ્રોસ અધાનોમએ કહ્યું કે અમે એ જાણીએ છીએ કે, લોકો હવે કોરોનાનાં નિયમોનું પાલન કરીને કંટાળી ગયા છે, પરંતું એ સમજવું આપણી સૌથી મોટી ભૂલ હશે કે કોરોના રોગચાળો ખતમ થઇ ગયો છે.
વેક્સિનના કારણે સ્થિતી સુધરી પણ…
ટેડ્રોસે બ્રાઝીલની પરિસ્થિતી અંગે સૌથી વધુ ચિંતા વ્યક્ત કરી, કારણ કે તે દેશનાં પ્રમુખ જેયર બોલ્સોનારોએ કોરોના પ્રતિબંધોને બિન-જરૂરી ગણાવ્યા છે, તેમણએ ક્હ્યું કે દુનિયાનાં દેશોમાં વેક્સિનનાં કારણે સ્થિતી સુધરી રહી છે તો બ્રાઝિલમાં પરિસ્થિતી વિકટ બની છે.
દુનિયામાંથી કોરોના રોગચાળો ક્યારે સમાપ્ત થશે તે અંગે તેમણે કહ્યું કે તે વિચારવું હાલ યોગ્ય નથી, કે આ વર્ષનાં અંત સુધીમાં રોગચાળાથી છુટકારો મળશે, જો કે WHOનાં ઉચ્ચ અધિકારી માઇકલ રૈયાને કહ્યું હતું કે જો આપણે હોશિયારી પુર્વક કામ લઇ છું તો તેને ખતમ કરી શકીએ છિએ.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31