Last Updated on March 7, 2021 by
સાઉથ અમેરિકા મહાદ્વીપનો દેશ વેલેઝુએલા દુનિયાનો એવો પ્રથમ દેશ બની ગયો છે, જેને 10 લાખ રૂપિયાની નોટ લોન્ચ કરી છે. હકીકતમાં ભીષણ આર્થિક સંકટના કારણે વેનેઝુએલાએ આવું કરવુ પડ્યુ છે. વેલેઝુએલાએ શનિવારે વધતી મોંઘવારીને કારણે 10 લાખ બોલિવરની નવી ચલણી નોટ જાહેર કરી છે.
ત્યાંના લોકોને બે ટંક ખાવાના પણ ફાંફા
આપને જણાવી દઈએ કે, વેનેઝુએલા હાલમાં ગંભીર આર્થિક સંકટની ઝઝૂમી રહ્યું છે. ત્યાંના લોકો પાસે બે ટંક ખાવાના પણ ફાફા છે. વધતી મુદ્રાસ્ફીતીના કારણે વેનેઝુએલામાં ખાવા-પીવાનું વસ્તુ ખૂબ મોંઘી મળી રહી છે.
BCV amplía Cono Monetario vigente con incorporación de tres nuevos billetes https://t.co/IppXQItxz1 #BCV ?? pic.twitter.com/WgDavsmLob
— Banco Central de Venezuela (@BCV_ORG_VE) March 5, 2021
ખરાબ આર્થિક સ્થિતીના કારણો
કાચા તેલથી થતી આવક ઓછી થતા, અમેરિકાના પ્રતિબંધ અને કોરોના વાયરસની મહામારીના કારણે લાગૂ થયેલા લોકડાઉનના કારણે વેનેઝુએલા આર્થિક મંદીની ચપેટમાં આવી ગયુ છે. 2021 ખતમ થતાં થતાં ત્યાં આર્થિક સંકટ વધારે ઘેરૂ બનશે.કેટલાય લોકો વેનેઝૂએલાની આવી હાલત માટે ત્યાંની ખરાબ સિસ્ટમ અને ભ્રષ્ટાચારને દોષિત માને છે.
વેનેઝુએલાથી પલાયન કરી રહ્યા છે લોકો
અહીં ઉલ્લેખનીય છે કે, મોટી સંખ્યામાં લોકો છેલ્લા કેટલાય વર્ષોમાં અહીંથી પલાયન કરી રહ્યા છે. વેનેઝુએલાના નાગરિકો પાડોશી દેશ બ્રાઝિલ, પેરુ અને ઈક્વાડોરમાં શરણાંર્થીનું જીવન વિતાવી રહ્યા છે. લોકો ભૂખમરો અને આર્થિક સંકટના કારણે અહીંથી પલાયન કરી રહ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31