GSTV
Gujarat Government Advertisement

પાટલી બદલૂ મિથુન દા: એક સમયે નક્સલી હતા, બાદમાં મમતાએ રાજ્યસભામાં મોકલ્યા, હવે કેસરીયો ધારણ કર્યો

Last Updated on March 7, 2021 by

ભાજપનો ખેસ ધારણ કરતાની સાથે જ ડાંસિંગ સ્ટાર મિથુન ચક્રવર્તીએ રાજકારણમાં પોતાની નવી ઈનિંગ્સની શરૂઆત કરી દીધી છે. મિથુનનો રાજકારણ તરફનો ઝુકાવ કંઈ નવો નથી. એક સમયે નક્સલી આંદોલન સાથે જોડાનારા મિથુન દા મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના સાંસદ પણ રહી ચુક્યા છે. સારદા કૌભાંડ સામે આવ્યા બાદ તેમણે રાજકારણમાં વિદાય લઈ લીધી હતી. છેલ્લા થોડાક દિવસોમાં તેઓ ભાજપમાં આવવાના છે તેવી અટકળો ફેલાઈ રહી હતી. મિથુને પોતાના આગવા અંદાજમાં આ તમામ અટકળોને શાંત કરી દીધી હતી. કોઈ શક…!

એક્ટર બન્યા તે પહેલા મિથુન દા નક્સલી હતા

એક્ટર બન્યા તે પહેલા મિથુન દા નક્સલી હતા. પણ એક દુર્ઘટનામાં ભાઈના મોતના કારણે તેમને પરિવારની વચ્ચે ફરી પાછા આવવું પડ્યું. ત્યાર બાદ પરિવારને સંભાળવાની જવાબદારી તેમના પર આવી ગઈ. ડાંસનો તેમને ખૂબ શોખ હતો. તેમણે સ્ટેજ શોની શરૂઆત કરી અને બાદમાં એક્ટિંગ સ્કૂલમાં એડમિશન લીધું. ફિલ્મ ‘મૃગયા’થી તેમણે ફિલ્મી કરિયરની શરૂઆત કરી. આ ફિલ્મમાં તેમને નેશનલ એવોર્ડ પણ મળ્યો. પોતાની પ્રથમ ફિલ્મને આટલી મોટી સફળતા મળતા લોકો તેમને સુપરહિટ અભિનેતા માનવા લાગ્યા. પણ આ વાત ફક્ત તેમનો વહેમ હતો.

માંડ માંડ ફિલ્મો મળતી, એ પણ ફ્લોપ રહેતી

મૃગ્યા બાદ તેમને ફિલ્મો માટે ફાફા પડવા લાગ્યા. લગભગ બે વર્ષ સુધી તેમને ગણીગાંઠી ફિલ્મો એ પણ માંડ માંડ મળી. ઉપરથી આ ફિલ્મો પણ ફ્લોપ રહી. ત્યાર બાદ તેમણે અભિનેતા બનવાનું સપનુ છોડી દીધું. તેઓ ડાંસમાં કરિયર બનાવવાનું વિચારી રહ્યા હતા. આ દિવસોમાં હેલનનો ખૂબ જ ક્રેઝ હતો. તે લગભગ દરેક ફિલ્મમાં પોતાનું આઈટમ સોંગ કરતી હતી. મિથુને પણ હેલનને જોઈન કરી લીધુ અને તેમના આસિસ્ટેંટનું કામ કરવા લાગ્યા. તેમણે પોતાનું નામ પણ બદલી નાખ્યું. આ દિવસોમાં તેમને અમિતાભ બચ્ચનની ફિલ્મમાં એક રોલ મળ્યો હતો. આ સાથે જ તેમની ગાડી પાટા પર ચડી ગઈ.

અમિતાભ બચ્ચને હાથ પકડ્યો અને બોલિવૂડમાં જગ્યા બનાવી

મિથુન એક સમયે બોલિવૂડમાં એ અભિનેતાઓમાં સ્થાન ધરાવતો હતો. જેની સાથે કામ કરવા માટે બોલિવૂડના લગભગ મોટા ભાગના નિર્દેશક કામ કરવા ઈચ્છતા હતા. તે પોતાના ડાંસને લઈને હંમેશા ચર્ચામાં રહેતા. તેમને સુપરસ્ટાર માનવા લાગ્યા. જો કે, એક સમય એવો પણ હતો, જ્યારે તેને ચિંતા રહેતી કે, આજે ખાવાનું મળશે કે કેમ ? મિથુન દાએ સ્થાનિક ફિલ્મોની સાથે અમુક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું. તેમણે હાઉસ ફૂલ સિરીઝમાં પણ કામ કર્યું. આ ફિલ્મમાં તેઓ જગ્ગૂ દાદાના પાત્રમાં આવ્યા હતા.

યોગિતા બાલી સાથે કર્યા છે લગ્ન

પરિવારની વાત કરીએ તો, મિથુન દાએ યોગિતા બાલી સાથે લગ્ન કર્યા. યોગિતા આ અગાઉ ગાયક કિશોર કુમારની પત્ની હતી. યોગિતાથી તેમને એક દિકરો મિમોહ પણ છે. મિમોહ પણ ફિલ્મોમાં સક્રિય છે.

2014માં મમતા બેનર્જીએ રાજ્યસભામાં મોકલ્યા

મમતા સાથે મિથુન દા ત્યારે જોડાયા જ્યારે 2011માં ટીએમસીની બંગાળમાં સરકાર બની. મમતાએ મિથુન દાને 2014માં રાજ્યસભામાં મોકલ્યા. બધુ બરાબર ચાલી રહ્યુ હતું. પણ અચાનક શારદા કૌભાંડ સામે આવ્યું. મિથુન આ ગ્રુપના બ્રાંડ એંમ્બેસડર હતા. જે બંગાળમાં શારદા ચાલી રહ્યુ હતું. આ મામલો સામે આવતા મિથુન દા પણ ભરાયા. 2015માં અભિનેતાએ 1.19 કરોડ રૂપિયા ઈડીને પાછા આપ્યા. આ રકમ એ હતી જે બ્રાન્ડ એમ્બેસડર તરીકે ટેક્સ જમા કરવા પર તેમને મળેલુ રિટર્ન હતું. 2016માં તેમણે રાજ્યસભામાંથી રાજીનામુ આપી દીધું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો