GSTV
Gujarat Government Advertisement

FASTags યૂઝર્સ માટે મોટા સમાચાર ! તમારી કાર પર લાગેલો ટેગ નકલી તો નથી ને?, NHAIએ આપી આ ચેતાવણી

Last Updated on March 7, 2021 by

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ લોકોને નકલી FASTags વિશે ચેતવણી આપી છે. NHAIએ જણાવ્યું હતું કે કેટલાક છેતરપિંડી કરનારાઓએ નકલી FASTags NHAI અનુસાર, છેતરપિંડી કરનારાઓએ NHAI / IHMCLની જેમ બનાવટી FASTag વેચવાનું શરૂ કર્યું છે. આ FASTag વાસ્તવિક લાગે છે, પરંતુ તે બનાવટી છે. આવી સ્થિતિમાં, યૂઝર્સોએ આવી છેતરપિંડી ટાળવાની જરૂર છે. NHAIએ કહ્યું છે કે અસલી FASTags ખરીદવા માટે તમારે https://ihmcl.co.in/ પર જવું જોઈએ અથવા MyFastag એપ્લિકેશનનો ઉપયોગ કરવો જોઈએ.

આ સિવાય FASTag, લિસ્ટેડ બેંકો અને સેલ્સ એજન્ટ્સના ઓથોરાઇઝ્ડ સેલ્સ પોઇન્ટમાંથી પણ ખરીદી શકાય છે. IHMCL વેબસાઇટ પર FASTag સાથે સંબંધિત માહિતી પણ આપવામાં આવે છે. તમે નેશનલ હાઇવે ઓથોરિટી હેલ્પલાઇન નંબર 1033 પર કૉલ કરીને નકલી FASTag વિશે ફરિયાદ કરી શકો છો.

જો ફાસ્ટાગ નહીં હોય તો ટેક્સ ડબલ ચૂકવવો પડશે

તમને જણાવી દઈએ કે સરકારે 15 ફેબ્રુઆરીથી દેશભરમાં FASTag ફરજિયાત બનાવ્યો છે. જો તમારી કારમાં ફાસ્ટેગ નથી, તો તમારે ઇલેક્ટ્રોનિક ટોલ પ્લાન પર ડબલ ટોલ ટેક્સ ભરવો પડશે. સરકારે કહ્યું કે આ ડિજિટલ મોડ દ્વારા કર ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું છે. આ પ્રતીક્ષાનો સમય અને તેલનો વપરાશ ઘટાડશે અને તમને વિક્ષેપ વિના હાઇવે પર ડ્રાઇવિંગની મજા માણવા માટે સક્ષમ બનાવશે.

ફાસ્ટાગ માટે ચાર્જ

FASTag એ વાપરવા માટે સરળ, ફરીથી લોડ કરવા યોગ્ય ટેગ છે જે ટોલ પ્લાઝા પર ઓટોમેટીક ટેકસ ચૂકવણીને સક્ષમ કરે છે અને તમને કોઈપણ રોકડ વ્યવહાર અટકાવ્યા વિના હાઇવે પર પસાર થવા દે છે. ફાસ્ટાગ માટે 200 રૂપિયા, 100 રૂપિયા વળતર ફી અને 200 રૂપિયા રિફંડેબલ સિકયોરિટિ ડિપોઝીટ એક સમયનો ચાર્જ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો