Last Updated on March 7, 2021 by
વિશ્વભરમાં 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવાય છે. જેને લઈને દરેક સ્થળોએ તૈયારી ચાલી રહી છે. આ વચ્ચે મહિલાઓના સમ્માન માટે ઈન્સ્ટાગ્રામે પણ સ્પેશલ સ્ટિકર્સ જાહેર કર્યા છે. આ સ્ટિકર્સ દ્વારા ફ્રંટલાઈન વર્કર્સ, માતાઓ, વર્કિંગ વુમન સહિત કેટલાક સમુદાયોને સમ્માન આપવામાં આવ્યુ છે. જે મહિલાઓને સાચા અર્થમાં સાથ આપે છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, આ અમારા માટે ગર્વનો વિષય છે, કે આજના સમયમાં મહિલાઓ આત્મનિર્ભર છે. અમે સૌની સાથે કંઈકને કંઈક શિખવાની કોશિશ કરી રહ્યા છીએ. કંપનીએ આગળ કહ્યુ કે, કોરોના વાયરસ મહામારી દરમ્યાન ફ્રંટલાઈન વર્કર્સે આપણા સૌના સ્વાસ્થ્યનો પુરો ખ્યાલ રાખ્યો છે.
પાંચ કલાકારોએ મળીને ડિઝાઈન કર્યા સ્ટિકર્સ
હેલ્થ વર્કર્સ, દિવ્યાંગ મહિલાઓ, માતૃત્વ, કિન્નર મહિલાઓ અને તેના અનુભવો પર આધારીત આ સ્ટિકર્સોને સ્પેશલ રીતે ડિઝાઈન કર્યા છે. આ સ્ટિકર્સને મહિલાઓ પ્રત્યે સમ્માન જાગાડવા માટે બનાવાયા છે. સાથે જ ઈન્સ્ટાગ્રામ યૂઝર્સ તેને સરળતાથી ઉપયોગ કરી શકશે. જણાવી દઈએ કે, હાલમાં જ ઈન્સ્ટાગ્રામની પેરેંટ કંપની ફેસબુકે પ્રભાવી પગલુ ઉઠાવતા ઈવેન્ટસથી જોડાયેલા કેટલાક સ્ટીકર્સ લોન્ચ કર્યા હતા. કંપનીએ કહ્યુ હતું કે, લોકો આ સ્ટીકર્સને ઉપયોગ કરીને લેટેસ્ટ અપડેટથી પણ જોડ઼ાયેલા રહેશે.
સ્ટિકર્સ યૂઝ કરવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ
સૌથી પહેલા તમારે તમારા ફોનમાં ઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરવી પડશે. જે બાદ પ્રોફાઈલ આઈકોન પર જઈને સ્ટોરી એડ કરવી પડશે. જે બાદ તમારે સ્ક્રીનના ટોપ પર આપેલા સ્ટિકર્સ આઈકોન પર ક્લિક કરવુ પડશે. ત્યાં જઈને તમારે તમારા પસંદગીના સ્ટિકર્સ કલેકટ કરી શકો છે. સાથે જ પોતાની સ્ટોરીમાં પણ વાપરી શકો છો. તેમજ પર્સનલ ચેટ પર પણ શેર કરી શકો છો.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31