GSTV
Gujarat Government Advertisement

મોદી સરકારની પોલ ખોલી: ચૂંટણીને ધ્યાને રાખીને અમે કરીએ છીએ કરોડોની જાહેરાત, એમાં ખોટુ શું છે ?

Last Updated on March 6, 2021 by

રોડ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરી સ્પષ્ટ વક્તા માટે જાણીતા છે. તેઓ ઘણી વાર એવી વાત સહજતાથી બોલી જતાં હોય, જે બોલવામાં કેટલાય નેતાઓ છટકબારી શોધીને છટકી જતાં હોય છે. ત્યારે હવે ગડકરીએ એ વાતનો સ્વિકાર કર્યો છે કે, બંગાળ, તમિલનાડૂ અને આસામ તથા કેરલ જેવા ચૂંટણીવાળા રાજ્યોમાં હાઈવે પ્રોજેક્ટ્સની જાહેરાત ચૂંટણીને ધ્યાને રાખીને કરી છે. તેમણે સહજતાથી તે વાતનો સ્વિકાર કરતા કહ્યુ હતું કે, એમા ખોટુ શું છે ?

નીતિન ગડકરીએ સહજતાથી સ્વિકારી આ વાત

એક ટીવી કાર્યક્રમમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે, હાઈવે પ્રોજેક્ટ્સની જાહેરાત છેલ્લા એક મહિનામાં તમામ ચૂંટણીવાળા રાજ્યોમાં જ શા માટે ? તમિલનાડૂ, આસામ, બંગાળની યાદ ચૂંટણી પહેલા કેમ આવી ? ત્યારે ગડકરીએ જવાબ આપ્યો કે, અમે સાધૂ સંન્યાસી છીએ શું ? જો અમે સારૂ કામ કરતા હોઈએ તો, ચૂંટણીમાં ઝંપલાવતા પહેલા આવુ કરી શકાય. મેં સ્વિકાર કર્યો ને કે, ચૂંટણી છે એટલા માટે પ્રાથમિકતાને આધારે કામ કરી રહ્યા છીએ. તેમાં ખોટુ શું છે, એ કંઈ નિયમ કે કાયદા અથવા લોકતંત્રની વિરુદ્ધમાં થોડુ છે ?

પરિવહન મંત્રી નીતિન ગડકરી

ચૂંટણીવાળા રાજ્યોમાં કરી મોટી મોટી જાહેરાત

અહીં ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતા કેરલ, તમિલનાડૂ, આસામ જેવા રાજ્યોમાં રોડ પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી હતી. નાણામંત્રીએ કહ્યુ હતું કે, 65,000 કરોડ રૂપિયાના રોકાણથી કેરલમાં 1100 કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ કાર્ય કરવામાં આવશે. 1.03 લાખ કરોડ રૂપિયાના રોકાણથી તમિલનાડૂમાં 3500 કિમી લાંબો રાષ્ટ્રીય રાજમાર્ગનું નિર્માણ કરવામાં આવશે. આસામમાં 19 હજાર કરોડ રૂપિયાના રોડ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં 25 હજાર કરોડ રૂપિયાના ખર્ચે હાઈવે બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો