Last Updated on March 6, 2021 by
આ વાત સાંભળીને કદાચ તમને આશ્ચર્ય થશે પરંતુ વાત એકદમ સાચી છે. ઉત્તર પ્રદેશમાં એક મહિલા છે જે બે અલગ અલગ જગ્યા પર નોકરી કરે છે. હવે તમે કહેશો કે તેમાં ખોટું શું છે? ઘણા લોકો બે જગ્યા પર નોકરી કરતા હોય છે. ત્યારે આ કેસમાં આશ્ચર્યની વાત તો છે કે આ મહિલા જે બે નોકરી કરે છે તે બંને નોકરી સરકારી છે. બે અલગ અલગ વિભાગોની અંદર આ મહિલા અલગ લગ પદ પર કામ કરે છે. આ બંને જગ્યા પરથી તેને પગાર પણ મળે છે.
છેલ્લા દશ વર્ષથી બંને જગ્યાએ પગાર લેતી હતી
આ ઘટના ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના અતરૌલી તાલુકાના ચાદૌઆ ગોવર્ધનપુરની છે. આ ઘટના સામે આવ્યા બાદ પ્રશાસન પણ ચોંકી ઉઠ્યું છે. એક વ્યક્તિની ફરિયાદ બાદ આ ઘટના સામે આવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા દસ વર્ષથી આ મહિલા બંને જગ્યા પરથી પગાર લે છે. હવે પ્રશાસન દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. વિતેલા વર્ષોના રેકોર્ડ તપાસવામાં આવી રહ્યા છે કે જેથી ખબર પડે કે આ ગોટાળો ક્યારથી ચાલી રહ્યો છે.
ગામના જ વ્યક્તિએ ભાંડો ફોડ્યો
આ મહિલા પણ ગોવર્ધનપુર ગામની જ રહેવાસી છે. જે તાલુકાના એક સામુહિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર આશા વર્કરના પદ પર કામ કરે છે. તો બીજી તરફ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી સહાયકના પદ પર પણ નોકરી કરે છે. આ અંગે ગામના એક વ્યક્તિએ જિલ્લા પ્રશાસનને ફરિયાદ કરી છે. આ મહિલાને બંને પદ માટે સરકાર તરફથી પગાર મળી રહ્યો છે. જ્યારે નિયમ પ્રમાણે વ્યક્તિ એક જ સરકારી પદ પર કામ કરી શકે છે. આ ઘટના સામે આવ્યા બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31