GSTV
Gujarat Government Advertisement

ઇન્ડોનેશિયા : મગરને ચીરી નાખીને 8 વર્ષના બાળકની લાશને કાઢી બહાર, 26 ફૂટ લાંબો હતો મગર

Last Updated on March 7, 2021 by

ઇન્ડોનેશિયાની અંદર એક મગરે 8 વર્ષના બાળકનો શિકાર કર્યાની ઘટના સામે આવી છે. ઘટના બાદ આ 26 ફૂટ લાંબા મગરને પકડીને તેનું પેટ ચીરવામાં આવ્યું ને તે બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે મૃત્યું પામેલા બાળકનું નામ દિમસ મુલ્કાન સપુત્રા હતું. આ ઘટના ત્યારે બની જયારે દિમસ પોતાના પિતા સાથે માછલા પકડવા માટે ગયો હતો.

માછલી પકડવામાં મશગૂલ હતો બાળક

એવું જાણવા મળી રહ્યું છેકે, બાપ દિકરો જ્યારે માછલી પકડવામાં મશગુલ હતા ત્યારે અચાનક પાણીમાંથી મગર બહાર આવ્યો અને આઠ વર્ષના દિમસને ખેંચીને લઇ ગયો. આ ઘટના બુધવારે ઇન્ડોનેશિયાના બેન્ગૈલોન જિલ્લામાં બની છે. પોતાના બાળકને મગર પકડીને લઇ જાય છે તે જોઇને દિમસના પિતા મગરની પાછળ પણ ગયા, તેઓ પાણીમાં તરતા તરતા મગર સુધી પહોંચી પણ ગયા.

પેટ ચીરી બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો

મગર પાસે જેઇને તેમણે મગરને ઢીકા અને પાટા મારર્યા પરંતું તેઓ પોતાના દિકરાને છોડાવી ના શકયા. મગર તેમના બાળકને આખો ગળી ગયો હતો અને તે પણ તેમની નજર સામે. ઘટનાના પછીના દિવસે પ્રશાસન દ્વારા તે મગરને પકડી લેવામાં આવ્યો અને તેનું પેટ ચીરીને તેમાંથી બાળકના મૃતદેહને બહાર કાઢયો. ઉલ્લેખનીય છે થોડા દિવસો પહેલા પણ ઇન્ડોનેશિયામાં એક મગરે બાળકનો શિકાર કર્યો હતો, જેનો મૃતદેહ પણ મળ્યો નહોતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો