Last Updated on March 6, 2021 by
હોલિવૂડ ફિલ્મ ઘોસ્ટ રાઈડરના એક્ટર નિકોલસ કેજે પાંચમી વખત લગ્ન કર્યા છે. 57 વર્ષીય નિકોલસ કેજે પોતાની 26 વર્ષીય જાપાની ગર્લફ્રેન્ડ રીકો શિબાટા સાથે લાગવેગાસમાં લગ્ન કરી લીધા છે. આ લગ્ન એક બહુ નાના અને ઈંટિમેટ સેરેમનીમાં થઈ. એક ખાનગી મેગેઝીન સાથે વાત કરતાં નિકોલસ કેજે આ વાતની પુષ્ટિ પણ કરી છે. તેણે કહ્યું કે, હા એ સાચું છે અને અમે બહુ ખુશ છીએ. નિકોલસ અને રીકોના લગ્નનો ખુલાસો શુક્રવારના થયો હતો.
16 ફેબ્રુઆરીએ લાસ વેગાસમાં લગ્ન કરી લીધા હતા
નિકોલસ કેજ અને રીકો શિબાટાએ 16 ફેબ્રુઆરીએ લાસ વેગાસમાં લગ્ન કરી લીધા હતા. આ દિવસે નિકોલસ કેજ માટે ખૂબજ ખાસ હતો. તેની ટીમે જણાવ્યું કે આ તારીખની પસંદગી નિકોલસના સ્વર્ગીય પિતાને સન્માન આપવા માટે કરવામાં આવી હતી. નિકોલસ અને રીકોની વેડિંગ આઉટફિટ્સની વાત કરવામાં આવે તો રીકો શિબાટાએ લગ્ન પર હેન્ડમેડ જાપાની બ્રાઈડલ કીમોનો પહેર્યો હતો. આ ત્રણ લેયરવાળા કિમોનો, ક્યોટો લેબલનો હતો. ત્યાં નિકોલસ કેજ ટોમ ફોર્ડે બનાવેલ ટક્સીડો પોતાના સ્પેશ્યલ દિવસ માટે પસંદ કર્યો હતો.
લગ્ન પછી કપલ સેલિબ્રેશન હતું
દુલ્હન રીકો એ કીરોરોના ગીત પર વિંન્ટર સોન્ગ પર એન્ટ્રી કરી હતી. નિકોલસ અને રિકોના લગ્ન ટ્રેડિશનલ કેથોલિક અને શિંટો રીતી રિવાજ મુજબ થઈ હતી. બંનેએ Walt Whitman ની કાવ્ય HAIKU મેળાવીને એક બીજાને લગ્નના સોગંધ ખાધા. લગ્ન પછી એક નાનું સેલિબ્રેશન પણ રાખવામાં આવ્યું હતું. જેમાં નિકોલસની એક્સ પત્નિ પણ શામેલ થઈ હતી.
પૂર્વ પત્ની એલિસ અને તેનો પુત્ર કૈલ સામેલ થયો
લગ્ન પછી કપલ સેલિબ્રેશન હતું. જેમાં નિકોલસની પૂર્વ પત્ની એલિસ અને તેનો પુત્ર કૈલ સામેલ થયો હતો. એલિસ અને નિકોલસ છૂટાછેડા બાદ પણ મિત્ર છે. નિકોલસ અને રીકો શિબાટાની મુલાકાત જાપાનના શીગામાં થઈ હતી. બંને એક બીજા સાથે 1 વર્ષથી વધુ સમય પસાર કરી ચૂક્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- કોરોનાનો ફફડાટ : 36 દિવસ બાદ સંક્રમણનાં સૌથી વધુ કેસ, આ 5 રાજ્યોએ વધારી મોદી સરકારની ચિંતા
- ભારે કરી: પરણિત મહિલાઓ પણ શોધે છે લગ્નેતર પ્રેમ અને સહવાસ, સર્વેના આંકડા જાણી ફાટી જશે આંખો
- Mango Pineapple Smoothie Recipe: બદલાતી સિઝનમાં ગરમીમાં ખૂબ જ રાહત આપશે આ અમેરિકન ડ્રિંક્સ
- અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીની સરપ્રાઈઝ બેઠક, અચાનક આવેલા ઉદ્યોગપતિ સાથે કરી મુલાકાત
- ICC Test Ranking: ભારતની ધમાકેદાર જીત બાદ અપડેટ થયું રેંકીંગ, આ છે દુનિયાની નંબર 1 ટીમ