Last Updated on March 6, 2021 by
દેશમાં કોરોના સંક્રમણ ફરી ચિંતાજનક રીતે વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 18,327 નવા કેસ નોંધાયા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1,11,92,088 થઇ ગઇ છે. દેશમાં 36 દિવસ બાદ સંક્રમણનાં સૌથી વધુ કેસ નોંધાયા છે. તે જ પ્રકારે સારવાર લઇ રહેલા લોકોની સંખ્યા પણ વધીને 1,80,304 થઇ ગઇ છે.
24 કલાકમાં દેશભરમાં 108 કોરોના દર્દીઓનું મોત થયું
શનિવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 108 કોરોના દર્દીઓનું મોત થયું છે અને મૃત્યુઆંક વધીને 1,57,656 થઇ ગયો. હાલ દેશભરમાં રિકવરી રેટ 96.98 ટકા જ્યારે મૃત્યું દર 1.41 ટકા છે.
કોરોનાનાં નવા કેસમાંથી 82 ટકા તો આ રાજ્યોનાં જ છે
આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે દેશનાં આ પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને તમિલનાડુમાં દરરોજ સંક્રમણનાં કેસ વધી રહ્યા છે. દેશભરમાં નોંધાયેલા કોરોનાનાં નવા કેસમાંથી 82 ટકા તો આ રાજ્યોનાં જ છે.
છેલ્લા 24 કલાકમાં 7,51,935 સેમ્પલોનો ટેસ્ટ કરવામાં આવ્યો
સંક્રમણનાં કુલ કેસ 16 સપ્ટેમ્બરનાં દિવસે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોમ્બરે 70 લાખ, 29 ઓક્ટોમ્બરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને 19 ડિસેમ્બરે તે આંકડો એક કરોડને વટાવી ગયો હતો. છેલ્લા 24 કલાકમાં 7,51,935 સેમ્પલોનો ટેસ્ટ કરવામાં આવ્યો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31