Last Updated on March 6, 2021 by
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમે ધમાકેદાર જીત નોંધાવ્યા બાદ આઈસીસીએ રેંકિંગને અપડેટ કરી છે. આઈસીસી તરફથી અમુક સમયે રેંકિંગને અપડેટ કરવામાં આવે છે. તેમાં ટીમ અને ખેલાડીઓના પ્રદર્શનને જોવામાં આવે છે.
આઈસીસી તરફથી જાહેર કરવામાં આવેલા નવા રેંકીંગમાં ભારત દુનિયાની નંબર 1 ટીમ બની ગઈ છે. ભારતે 37 મેચમાં કુલ 4505 પોઈન્ટ પ્રાપ્ત કર્યા છે. ભારતે ટોચ પર રહેલી ન્યૂઝિલેન્ડની ટીમને એક પોઈન્ટ નીચે સરકાવી દીધી છે. ભારતની પાસે અત્યારે 122 રેંકી્ંગ છે. જ્યારે બીજા સ્થાને ન્યૂઝિલેન્ડની ટીમ પાસે 118 રેંક છે. ન્યૂઝીલેન્ડે 27 મેચોમાં કુલ 3198 પોઈન્ટ છે. તો વળી ત્રીજા સ્થાને ઓસ્ટ્રેલિયાની ટીમ છે. જેની પાસે 113 રેંટિંગ છે. ઓસ્ટ્રેલિયાએ 31 મેચમાં 3498 પોઈન્ટ મેળવ્યા છે.
India on ?
— ICC (@ICC) March 6, 2021
Virat Kohli and Co. are No.1 in the @MRFWorldwide ICC Test Team Rankings ? pic.twitter.com/uHG4q0pUlj
ચોથા સ્થાને ઈંગ્લેન્ડ છે, જેની પાસે 105 રેટિંગ છે. ઈંગ્લેન્ડે 49 મેચમાં 5124 પોઈન્ટ મેળવ્યા છે. તો વળી પાંચમા સ્થાન પર પાકિસ્તાન છે, જેને 90 રેટિંગ મેળવ્યા છે. પાકિસ્તાને 26 મેચમાં 2328 પોઈન્ટ મેળવ્યા છે.
છઠ્ઠા સ્થાને 89 રેટિંગ સાથે સાઉથ આફ્રિકાની ટીમ છે. સાઉથ આફ્રિકા અને પાકિસ્તાનની વચ્ચે ફક્ત એક પોઈન્ટનું અંતર છે. તો વળી સાતમા સ્થાને શ્રીલંકા છે. જેની પાસે 83 રેટિંગ છે. આઠમા સ્થાને 80 રેટિંગ સાથે વેસ્ટ ઈંડીઝની ટીમ છે. નવમા સ્થાને 57 રેટિંગ સાથે અફઘાનિસ્તાન અને દશમાં સ્થાને 51 પોઈન્ટ સાથે બાંગ્લાદેશની ટીમ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31