Last Updated on March 6, 2021 by
મધ્ય પ્રદેશ વિધાનસભામાં એક નવો પ્રયોગ થવા જઈ રહ્યો છે. હવેથી દરેક સત્રના પ્રથમ દિવસે જ્યારે પ્રશ્નકાળ રહેશે ત્યારે માત્ર નવા ધારાસભ્યો જ સવાલ પૂછશે અને સરકાર તરફથી જે-તે મંત્રી તેનો જવાબ આપશે. આ દરમિયાન કોઈ સિનિયર ધારાસભ્ય નવા ધારાસભ્યને અટકાવશે નહીં.
15 માર્ચે આ પ્રયોગ પ્રથમવાર કરવાની તૈયારીઓ
બજેટ સત્ર દરમિયાન 15 માર્ચે આ પ્રયોગ પ્રથમવાર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. વિધાનસભા અધ્યક્ષ ગિરીશ ગૌતમે આ અંગે કહ્યું કે,‘નવા ધારાસભ્યોને પણ વિધાનસભામાં પોતાની વાત રજૂ કરવા અને સવાલ પૂછવાની તક મળવી જોઈએ. તેનાથી જ ભાવિ નેતૃત્ત્વનું ઘડતર થશે.
યુવા ધારાસભ્યોએ ગૃહની કાર્યવાહીમાં વધુમાં વધુ સમય ભાગ લેવો જોઈએ
આ સાથે યુવા ધારાસભ્યોએ ગૃહની કાર્યવાહીમાં વધુમાં વધુ સમય ભાગ લેવો જોઈએ.’ આ ઉપરાંત મહિલા દિવસે ગૃહનું સંચાલન મહિલા અધ્યક્ષ દ્વારા કરવામાં આવશે. જોકે આ ઘટના પ્રથમવાર નહીં હોય અગાઉ પણ આમ થઈ ચૂક્યું છે. અધ્યક્ષને પૂછવામાં આવયું કે, લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના સવાલોનું લાઈવ ટેલિકાસ્ટ થાય છે. પરંતુ મધ્યપ્રદેશમાં આવું કેમ નથી થતું ? તેમાં તેમણે કહ્યું કે વિધાનસભા સચિવાલય આ બાબતે ખૂબજ ઝડપથી કામ કરી રહ્યું છે.
મહિલા દિવસે મહિલાને કાર્યવાહીનું સંચાલન કરવા માટેની તક
15 માર્ચના પ્રશ્નકાળ દરમિયાન 25 નવા પ્રશ્નો નવા ધારાસભ્યોને અપાશે. તેના પર ગૃહમાં ચર્ચા કરાશે. 8 માર્ચે મહિલા દિવસ છે. આ અવસરે મહિલા સભાપતિ તરીકે બેસાડવામાં આવશે. અને કાર્યવાહીનું સંચાલન કરવા માટેની તક આપવામાં આવશે. જો કે એવું વર્ષ 2013થ ી2018ની વચ્ચે થઈ ચૂક્યું છે. જ્યારે મહિલા સભાપતિને આસંદી પર બેસાડવામાં આવ્યા હતા. અને મોટા ભાગના પ્રશ્નો મહિલા ધારાસભ્યોએ જ પૂછ્યા હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31