Last Updated on March 6, 2021 by
દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLની 14મી સીઝન IPL 2021 આગામી 9 એપ્રિલથી શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે આઈપીએલની તારીખ નક્કી થઈ ગઈ છે. બસ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં તેને મંજૂરી મળવાની રાહ છે. 9 એપ્રિલે યોજાનારી આ ટૂર્નામેન્ટની ફાઈનલ 30મેના રોજ રમાશે. આઈપીએલ શિડ્યૂલ પર અંતિમ મહોર આગામી અઠવાડીયા સુધીમાં લાગી જશે.
ક્યા ક્યા શહેરોમાં યોજાશે આઈપીએલ
અગાઉ વાત ચાલી રહી હતી કે, આઈપીએલ મુંબઈમાં જ આયોજીત થશે. જો કે, બાદમાં સમાચાર આવ્યા હતા કે, આ મેચો કુલ 6 શહેરોમાં યોજાઈ શકે છે. ત્યારે હવે સવાલ એ થાય કે, તો પછી ક્યા શહેરોમાં યોજાશે. જેમાં અમદાવાદ, ચેન્નઈ, બેંગલુરૂ, નવી દિલ્હી, કલકત્તા અને મુંબઈ શામેલ છે. મુંબઈમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેમ છતાં પણ રાજ્ય સરકારે બીસીસીઆઈને પુરેપુરી મદદ કરવાની હૈયાધારણા આપી છે.
IPL 2021 to start on April 9, final on May 30 subject to GC approval
— ANI Digital (@ani_digital) March 6, 2021
Read @ANI Story | https://t.co/30jiIFwkqk pic.twitter.com/rtd2UdQQED
રિપોર્ટ મુજબ જોઈએ તો, ભારત અને ઈંગ્લેન્ડની સીરીઝની માફક આઈપીએલમાં મેદાન પર 50 ટકા દર્શકોને મંજૂરી હશે. હાલમાં જ ચેન્નાઈ અને અમદાવાદમાં 50 ટકા દર્શકો સાથે મેચ આયોજીત થઈ છે. મુંબઈમાં મેચ ખાલી સ્ટેડિયમમાં યોજાશે અથવા 50 ટકા દર્શકો સાથે તેની પુષ્ટિ હજૂ સુધી થઈ નથી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31