Last Updated on March 6, 2021 by
ધોરણ 10 પાસ યુવાનો માટે આરબીઆઈ(RBI)માં નોકરી મેળવવાની સારી તક છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)માં ઓફિસ એટેન્ડન્ટની જગ્યાઓ બમ્પર ખાલી છે. કુલ 841 પદોની નિમણૂક કરવામાં આવશે. તેમાંથી 454 પોસ્ટ આરક્ષિત છે. 211 પોસ્ટ્સ ઓબીસી, 76 ઇડબ્લ્યુએસ, 75 એસટી અને 25 એસસી માટે અનામત છે.
આ પોસ્ટ્સ માટેની અરજીઓ 15 માર્ચ 2021 સુધી સત્તાવાર વેબસાઇટ rbi.gov.in પર જઈને કરી શકાય છે. ફી જમા કરાવવાની છેલ્લી તારીખ પણ 15 માર્ચ છે. આ જગ્યાઓ માટે ભરતી પરીક્ષા 9 અને 10 એપ્રિલ 2021 ના રોજ લેવામાં આવશે.
18 વર્ષથી 25 વર્ષ વચ્ચે જોઈશે ઉંમર
એટલે કે, ઉમેદવારનો જન્મ 02/02/1996 પહેલાં અને 01/02/2003 પછી થયો ન હોવો જોઈએ.
એસસી, એસટીને પાંચ વર્ષ મહત્તમ છૂટછાટ અને ઓબીસીને ત્રણ વર્ષ મળશે.
શું જોઈશે યોગ્યતા
- ધોરણ 10 પાસ ઉમેદવાર
- 1 ફેબ્રુઆરી 2020 સુધીમાં અંડરગ્રેજ્યુએટ હોવો જરૂરી.
- ધ્યાનમાં રાખો કે, આ ભરતી માટે, સ્નાતક કે તેથી ઉપરના સ્નાતક અરજી કરી શકતા નથી.
પે સ્કેલ – 10940-380 (4) -12460- 440 (3) -13780- 520 (3) -15340- 690 (2) -16720- 860 (4) – 20160 – 1180 (3) – 23700 (20 વર્ષ) અને અન્ય ભથ્થાં
કેવી રીતે થશે પસંદગી
ઓનલાઇન લેખિત કસોટી અને ભાષા ટેસ્ટ લેવાશે
અરજી ફી
જનરલ, ઓબીસી, ઇડબ્લ્યુએસ – 450 રૂપિયા
અને એસસી, એસટી, દિવ્યાંગ – માટે 50 રૂપિયા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31