GSTV
Gujarat Government Advertisement

Paytmનો ધમાકો/ મેળવો 1000 રૂપિયા સુધીના રિવોર્ડ્સ, બસ કરવાનું રહેશે માત્ર આ એક જ કામ

Paytm

Last Updated on March 6, 2021 by

ગ્રોસરી સ્ટોર્સ સામાન ખરીદવું, પાણી અને વીજળીનું બિલ ભરવું, ગેસ સિલિન્ડર બુક કરવા, મોબાઈલ અને ડીટીએચનો રિચાર્જ કરવા અથવા ઓનલાઇન ઓર્ડર માટે પેટીએમ વોલેટનો યુઝ કરે છે. સર્વાધિક પ્રસારના કારણે દેશભરમાં પેટીએમ સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ ઓપ્શનના રૂપમાં બહાર આવ્યું છે. ત્યાં જ, પેટીએમને મોબાઈલ રિચાર્જ અને બિલ પેમેન્ટ માટે કેશબેક અને રીવોર્ડની ઘોષણા કરી છે. કંપનીએ પોતાના પ્લેટફોર્મ પર 3 પે 300 કેશબેક (3 Pe 300 Cashback Offer)નું એલાન કર્યું છે.

આ ઓફર હેઠળ, નવા યુઝર્સ પહેલા તેના ઇંચાર્જ પર 100 રૂપિયા સુધી નિશ્ચિત કેશબેક મળશે, જયારે હાજર યુઝર્સ દર રિચાર્જ પર 1000 રૂપિયા સુધીનું રિવોર્ડ્સ જીતી શકો છો. આ ઓફર જીયો, વોડાફોન આઈડિયા, એરટેલ, BSNL અને MTNLના પ્રીપેડ રિચાર્જ અને પોસ્ટપેડના બિલ પેમેન્ટ પર લાગુ થશે.

રેફરલ પ્રોગ્રામમાં ભાગ લઇ વધુ કેશબેક જીતવાની તક

રિચાર્જ અને બિલ પેમેન્ટ માટે રિવોર્ડ્સ મેળવવા ઉપરાંત યુઝર્સ કંપની રેફરલ પ્રોગ્રામમાં ભાગ લઇ વધુ કેશબેક જીતી શકી છે. કંપનીનું કહેવું છે કે જયારે પણ કોઈ યુઝર્સ શરુ કરવા માટે મિત્રો અને પરિવારજનોને આમંત્રિત કરે છે. તો બંને 100 રૂપિયા સુધી કેશબેક કમાઈ શકે છે.

UPI હેઠળ બનશે પેમેન્ટ નેટવર્ક, NUE માટે એપ્લાય કરશે Paytm, ઓલા અને ઈન્ડસઇન્ડ બેન્ક

PAYTM Money App

ઉલ્લેખનીય છે કે પેટીએમ, ઓલા ફાઇનાન્શિયલ અને ઈન્ડસઇન્ડ બેન્ક એક નવા અમ્બ્રેલા એન્ટિટી લાઇસન્સ માટે આવેદન કરવાની યોજના બનાવી રહ્યું છે. આ કંપનીઓ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ(UPI) જેવા એક પેમેન્ટ નેટવર્ક બનાવી શકે છે. આ વચ્ચે આરબીઆઇએ ન્યુ અમ્બ્રેલા એન્ટિટી માટે આવેદનની તારીખ વધારી 31 માર્ચ કરી દીધી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો