GSTV
Gujarat Government Advertisement

IND vs ENG : ચોથી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને 89 રનની લીડ, રિષભ પંતે ફટકારી ટેસ્ટ કરિયરની ત્રીજી સદી

Last Updated on March 5, 2021 by

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ત્યારે ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં બીજા દિવસના અંતે ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં છે. બીજા દિવસના અંતે ટીમ ઈન્ડિયાએ રિષભ પંતની સદીની મદદથી 7 વિકેટ પર 294 રન બનાવ્યાં. ટીમ ઈન્ડિયાએ બીજા દિવસની રમતના અંતે 89 રનની મહત્વપૂર્ણ લીડ મેળવી. એક સ્ટેજ પર ટીમ ઈન્ડિયાએ 146 રન પર 6 વિકેટ ગુમાવી હતી પરંતુ પંતની લડાયક બેટિંગ અને વોશિંગ્ટન સુંદર સાથે 103 રનની ભાગીદારી સાથે ટીમ ઈન્ડિયાએ કમબેક કર્યું.

પંતે ટેસ્ટ કેરિયરની ત્રીજી સદી ફટકારી તો દિવસના અંતે વોશિંગ્ટન સુંદર 60 અને અક્ષર પટેલ 11 રન બનાવી રમતમાં છે. પ્રથમ બંને સેશનમાં ઈંગ્લેન્ડ ટીમની બોલિંગ લાઈન અપ હાવી રહી. એક સ્ટેજ પર લાગ્યું કે, ટીમ ઈન્ડિયાને લીડના પણ ફાંફા હતા કેમ કે અજિંક્ય રહાણે, વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારાની વિકેટ સસ્તામાં પડી હતી. પરંતુ રિષભ પંતે ચેન્નઈ ટેસ્ટની જેમ આક્રમક ઈનિંગ સાથે બાજી પલટી નાંખી.

પંત અને વોશિંગ્ટન સુંદર વચ્ચે 113 રનની ભાગીદારી

વોશિંગ્ટન સુંદર અને રિષભ પંત વચ્ચે 113થી વધારે રનની ભાગીદારી થઈ હતી. ઋષભ પંતે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ચોથી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે 118 બોલમાં 13 ફોર અને 2 સિક્સની મદદથી 101 રનની ઇનિંગ રમી આઉટ થયો હતો. પંત અને સુંદરની જોડીએ સવારથી ચૂપ બેઠેલા પ્રેક્ષકોનો પાનો ચડાવ્યો હતો. 113 રનની ભાગીદારીમાં પંતે 71 રન અને વી. સુંદરે 40 રન બનાવ્યા હતાં.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો