Last Updated on March 5, 2021 by
કોરોના વાયરસનો પ્રકોપ જારી છે. દેશના 11 રાજ્યોના 33 જિલ્લાઓમાં છેલ્લા 10 દિવસની અંદર કોરનાના એક્ટિવ કેસમાં વધારો થયો છે. સુરક્ષાને મધ્યેનજર રાખીને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. ગુરુવારે કેન્દ્રએ મોલ, રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળો માટે નવી ગાઈડલાઈન જારી કરી છે. મહારાષ્ટ્ર અને કેરલ બાદ દેશના બીજા કેટલાય રાજ્યોમાં વધતા કોરોનાના કેસને લઈને મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં લોકડાઉન જારી છે.
નવી ગાઈડલાઈન 1 માર્ચથી લાગુ થઈ ચૂકી
કોરોના વાયરસ મહામારીની શરૂઆતની સાથે જ કેટલાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય એજન્સીઓ માસ્ક અને સોશલ ડિસ્ટેન્સિંગ જેવી જનરલ સાવધાનીઓ ઉપર જોર આપી રહી હતી. દેશના કેટલાય રાજ્યોમાં આ સાવધાનીઓનું પાલન કરવું અનિવાર્ય છે. મુંબઈના કોવિડમાં નિયમોનું પાલનને સુનિશ્ચિત કરવા માટે માશર્લ્સ ની તૈનાતી કરી દેવામાં આવી છે. કેન્દ્રનું કહેવું છે કે નવી ગાઈડલાઈન 1 માર્ચથી લાગુ થઈ ચૂકી છે.
શોપિંગ મોલ્સ માટે ગાઈડલાઈન
સોશલ ડિસ્ટન્સિંગને સુનિશ્ચિત કરવા માટે પર્યાપ્ત લોકોને તૈનાત કર્યા છે. હાઈરિસ્ક ગ્રૂપમાં શામિલ કર્મચારીઓએ વધારે સાવધાની રાખવાની રહેશે. એવા કર્મચારીઓને નાગરિકો સાથે સીધા સંપર્કમાં આવનારા કામમાં શામિલ નહીં હોવા જોઈએ.
રેસ્ટોરન્ટ માટે ગાઈડલાઈન
રેસ્ટોરન્ટમાં બેસીને ખાવાને બદલે પાર્સલ સુવિધાને પ્રોત્સાહન આપવું જોઈએ. સાથે જ ફૂડ ડિલીવરી દરમિયા તમામ કોવિડની સાવધાનીઓ રાખવી જોઈએ. હોમ ડિલિવરી માટે નક્કી કરેલા સ્ટાફનું પહેલેથી જ થર્મલ સ્કિનિંગ થશે. સાથેજ પાર્કિંગ એરિયા અને રેસ્ટોરન્ટની બહાર સોશ્યલ ડિસ્ટન્સને સુનિશ્ચિત કરવામાં ક્રાઉડ મેનેજમેન્ટ જરૂરી છે. રેસ્ટોરન્ટની અંદર 6 ફૂટનું ડિસ્ટન્સ બનાવી રાખવું.
ધાર્મિક સ્થાનોની ગાઈડલાઈન
ધાર્મિક સ્થળોની અંદર આવતા પહેલા હાથની સંપૂર્ણ સફાઈ અને થર્મલ સ્કિનિંગ ફરજિયાત કરવાની રહેશે. સ્થળ પર માસ્ક વિના કોઈને પ્રવેશ ને અનુમતિ નહીં મળે. આ સિવાય કોરોના વાયરસથી બચાવ સંબંધિત પોસ્ટર લગાવવા જોઈએ. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1. 73 લાખ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31