GSTV
Gujarat Government Advertisement

ફફડાટ/ ચીન સાથે સરહદે તણાવ વચ્ચે ભારતીય સેનાની તાકાતમાં વધારો, જબરજસ્ત મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

Last Updated on March 5, 2021 by

ચીન સાથે સરહદે તણાવ વચ્ચે ભારતીય સેનાની તાકાતમાં વધારો થયો છે. ઓડિશાના ચાંદીપુરમાં ડીઆરડીઓ દ્વારા વિકસીત સોલિડ ફ્યુલ ડક્ટેડ રૈમજેટ એટલે કે એસએફડીઆર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ ભારત અને રશિયા દ્વારા સંયુક્તરૂપે વિકસાવવામાં આવી છે. વર્તમાનમાં SFDR મિસાઇલ પ્રપલ્શન ટેક્નોલોજી વિશ્વમાં માત્ર ગણ્યા ગાંઠા દેશો પાસે જ ઉપલબ્ધ છે.

પરિક્ષણ દરમ્યાન અનેક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો

ડીઆરડીઓના અધિકારીઓએ જણાવ્યું કે મિસાઇલ સિસ્ટમ ગ્રાઉન્ડ બુસ્ટર મોટર સહિત તમામ સિસ્ટમે અપેક્ષા પ્રમાણે જ સારું પ્રદર્શન કર્યું છે. આ મિસાઇલ ભારતની સરફેસ ટુ એર તેમજ એર ટુ એર એમ બંને મિસાઇલોની સ્ટ્રાઇક રેન્જ વધારવામાં મદદ કરશે. અધિકારીઓએ જણાવ્યું કે પરિક્ષણ દરમ્યાન અનેક નવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં સોલિડ ફ્યુલ ડક્ટેડ રૈમજેટ ટેકનોલોજી પણ સામેલ છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે DRDO ના વૈજ્ઞાનિકો અને વાયુસેનાને આ સફળ પરીક્ષણ માટે શુભકામના પાઠવી હતી. સૂત્રોએ જણાવ્યું કે, રક્ષા અનુસંધાન અને વિકાસ વિભાગના સચિવ અને DRDO ના અધ્યક્ષ જી સતીશ રેડ્ડીએ પણ ઉડાણ પરીક્ષણમાં શામેલ ટીમના સભ્યોને શુભકામના પાઠવી.

DRDO એ જણાવ્યું કે, ‘ચાંદીપુરના એકીકૃત પરીક્ષણ શ્રેણીથી શુક્રવારના રોજ સવારે અંદાજે 10:30 વાગ્યે આ પરીક્ષણ કરવામાં આવ્યું. સૂત્રોએ જણાવ્યું કે, ‘પરીક્ષણ દરમ્યાન DRDO ની જુદી-જુદી પ્રયોગશાળાઓના વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ આનું ધ્યાન રાખ્યું હતું.’

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો