Last Updated on March 5, 2021 by
દેશની મોટી પ્રાઇવેટ અને સરકારી બેંક સિનિયર સિટિઝનો (Senior Citizens) ને સ્પેશિયલ ફિક્સ ડિપોઝિટ (FD) સ્કીમ ઓફર કરી રહી છે. આ સ્કીમ અંતર્ગત ટૉપ લેન્ડર્સ સિનિયર સિટિઝનોને એફડી પર સામાન્ય માનવી કરતા વધારે વ્યાજ આપી રહ્યાં છે. SBI, HDFC બેંક, ICICI બેંક અને બેંક ઑફ બરોડાએ સિનિયર સિટિઝનો માટે સ્પેશિયલ એફડી સ્કીમ રજૂ કરી છે. તેમાં રોકાણ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ, 2021 છે. તમને જણાવી દઇએ કે, કોરોના વાયરસ મહામારી (coronavirus pandemic) ની વચ્ચે, આ સ્પેશિયલ ફિક્સ ડિપોઝીટ સ્કીમ મે મહીનામાં સિનિયર સિટિઝનોના હિતની રક્ષા માટે શરૂ કરવામાં આવી હતી કારણ કે વ્યાજના દરો તેજીથી ઓછાં થઇ રહ્યાં હતાં.
આ સ્કીમમાં 60 વર્ષ અથવા તો તેનાથી વધારે ઉંમરની વ્યક્તિ રોકાણ કરી શકે છે. આ સ્કીમ 5 વર્ષ અથવા તો તેનાથી વધારે સમયગાળા માટે હોય છે. આ સ્કીમમાં વધારે ડિપોઝીટ રકમ 2 કરોડ રૂપિયાથી ઓછી છે. આ સ્કીમમાં સીનિયર સિટીઝન માટે લાગુ વ્યાજ દરની ઉપર 0.50 ટકા સુધીના વધારે વ્યાજની રજૂઆત કરવામાં આવી.
ICICI બેંકની સ્પેશિયલ એફડી સ્કીમ
ICICI બેંકે સિનિયર સિટિઝનો માટે સ્પેશિયલ એફડી સ્કીમ ICICI બેંક ગોલ્ડન ઇયર (ICICI Bank Golden Years) સ્કીમ રજૂ કરી છે. બેંકની આ સ્કીમમાં 0.80 ટકા વધારે વ્યાજ ઓફ કરી રહી છે. ICICI બેંક ગોલ્ડન ઇયર એફડી સ્કીમ સિનિયર સિટિઝનોને વાર્ષિક 6.30% વ્યાજ આપી રહી છે.
HDFC બેંકની સ્પેશિયલ એફડી સ્કીમ
HDFC બેંકએ મે મહીનામાં સિનિયર સિટિઝનો માટે સ્પેશિયલ એફડી સ્કીમ HDFC સિનિયર સિટિઝન કેર (HDFC Senior Citizen Care) રજૂ કરી હતી. બેંક આ ડિપોઝિટ પર 0.75 ટકા વધારે વ્યાજ પ્રદાન કરે છે. જો કોઇ સિનિયર સિટિઝન HDFC બેંકની સિનિયર સિટિઝન કેર એફડી અંતર્ગત ફિક્સ ડિપોઝિટ કરે છે તો એફડી પર લાગુ વ્યાજ દર 6.25 % હશે.
SBI ની સ્પેશિયલ FD સ્કીમ
ભારતીય સ્ટેટ બેંકમાં સિનિયર સિટિઝન માટે એક સ્પેશિયલ ફિક્સ ડિપોઝિટ સ્કીમ છે જેનું નામ છે SBI We Care. સિનિયર સિટિઝનો માટે SBI ની વિશેષ એફડી યોજનામાં સામાન્ય જનતા માટે લાગુ દરના 80 બેસિસ પોઇન્ટ વ્યાજ દર મળશે. વર્તમાનમાં, SBI સામાન્ય જનતા માટે પાંચ વર્ષની FD પર 5.4 ટકા વ્યાજ આપે છે. જો કોઇ સિનિયર નાગરિક વિશેષ FD યોજના અંતર્ગત સ્થિર જમા કરે છે, તો FD પર લાગુ વ્યાજ દર 6.20 ટકા હશે.
બેંક ઑફ બરોડાની સ્પેશિયલ એફડી સ્કીમ
બેંક ઑફ બરોડા (BoB) સિનિયર નાગરિકોને આ થાપણો પર 100 બીપીએસ વધારે વ્યાજ પ્રદાન કરે છે. વિશેષ એફડી યોજના (5 વર્ષથી 10 વર્ષ સુધી) અંતર્ગત, જો કોઇ સિનિયર નાગરિક ફિક્સ ડિપોઝિટ કરે છે, તો એફડી પર લાગુ વ્યાજ દર 6.25 ટકા હશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31