Last Updated on March 5, 2021 by
જો તમે કૉફી પીવાનું પસંદ કરો છો અને તમારા દિવસની શરૂઆત કૉફીની સાથે જ થાય છે તો તમને જણાવી દઇએ કે કૉફી તમારા સ્કિન કેર રૂટીનમાં પણ ઘણી મહત્ત્વપૂર્ણ હોઇ શકે છે. કૉફીમાં એન્ટી એજિન્ગ પ્રોપર્ટી હોય છે જે ઉંમર પહેલા ચહેરા પર આવતી કરચલીઓ, બ્લેક પેચ જેવી સમસ્યાઓને દૂર કરી શકે છે. આ ઉપરાંત તેમાં બ્લીચિંગ પ્રૉપર્ટી પણ હોય છે જે ચહેરામાંથી ડેડ સ્કિન દૂર કરીને ગ્લોઈંગ સ્કિન બનાવે છે. એવામાં જો ક્યારેય તમારી સ્કિનનો ગ્લો ઓછો થવા લાગે છે તો બસ કૉફી તમારા માટે સૌથી વધારે ફાયદાકારક સાબિત થશે. તેની મદદથી તમે પોતાનું ફેશિયલ ઘરે રહીને જ કરી શકો છો. કૉફી ફેશિયલની મદદથી તમારા ચહેરા પર પૉલિશિંગ થશે જેનાથી તમારા ચહેરા પર ઈન્સ્ટન્ટ નેચરલ ગ્લો આવશે. જાણો, તમે ઘરે કૉફી ફેશિયલ કેવી રીતે કરી શકો છો જેથી આ તમારી સ્કિનને બ્રાઇટ બનાવી દેશે.
આ રીતે કરો કૉફી ફેશિયલ
એક વાટકીમાં 1 ચમચી કૉફીનો પાઉડર નાંખો અને તેની સાથે થોડોક દળેલો ચોખાનો લોટ મિક્સ કરો. હવે તેમાં 2 ચમચી કાચું દૂધ, એક ચમચી લીંબૂનો રસ અને એક ચમચી મધ મિક્સ કરો. આ તમામને સારી રીતે મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો.
હવે પોતાના ચહેરા અને ડોકને સારી રીતે ધોઇ અને લૂછી લો. આ પેસ્ટને પોતાના ચહેરા અને ડોક પર સારી રીતે લગાઓ અને પાંચ મિનિટ સુધી આ રીતે રહેવા દો. થોડુક સુકાઇ જવા પર ભીનો હાથ કરો અને ચહેરાને હળવા હાથેથી મસાજ કરો. લગભગ 10 મિનિટ સુધી તમે ચહેરા પર નીચેથી ઉપર અને અંદરથી બહારની જેમ મસાજ કરો. હવે નોર્મલ પાણીથી ચહેરાને ધોઇ નાંખો. જે પેસ્ટ બચી છે તેને હવે ચહેરા પર ફેસપેકની જેમ લગાવી લો. 15 મિનિટ રાખો અને સુકાઇ જવા દો. હવે તેને પાણીથી ધોઇ નાંખો. અઠવાડિયામાં બે દિવસ તમે તેનો ઉપયોગ કરી શકો છો.
ઘણી ફાયદાકારક હોય છે કૉફી
કૉફીને ડાયરેક્ટ ચહેરા પર લગાવવાથી સન સ્પૉટ ઓછા થઇ શકે છે. આટલું જ નહીં તે ચહેરા પર રેડનેસ અને ફાઇનલાઇન્સ પણ ઓછા કરી શકે છે. ડાર્ક સર્કલ હટાવવામાં પણ આ કામમાં આવે છે. કૉફીમાં ક્લોરોજેનિક એસિડ રહેલું હોય છે જે વેટ લોસ કરવામાં મદદ કરે છે. આ શરીરમાં ગ્લૂકોઝ બનાવવાની પ્રક્રિયાને પણ સ્લો કરે છે. ડાયાબિટીસના દર્દી તેને ખાંડ વગર પી શકે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31