GSTV
Gujarat Government Advertisement

સરકાર સામે ધર્મસંકટ : નાણા પ્રધાને કહ્યું પેટ્રોલ-ડીઝલનાં ભાવો માટે સરકાર પાસે નહીં ઓઈલ કંપનીઓના હાથમાં છે પાવર

પેટ્રોલ

Last Updated on March 5, 2021 by

નાણામંત્રી નિર્મલા સિતારમને પેટ્રોલ ડિઝલની કિંમતમાં ઘટાડાના સવાલ ઉપર કહ્યું કે, તે દેશના ઉપભોક્તાઓની જરૂરિયાતને સમજે છે. પરંતુ આ મામલામાં સરકાર સામે ધર્મસંકટની હાલત છે. તેમણે કહ્યું કે કેટલાય એવા સંકેતો મળ્યા છે જેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે અર્થવ્યવસ્થામાં સુધારો આવી રહ્યો છે.

પેટ્રોલ

રાજકોષીય સંગ્રહમાં આવેલા ઘટાડો જોતાં સરકાર માટે ટેક્સમાં ઘટાડો કરવો મુશ્કેલ

નાણામંત્રી જે ધર્મસંકટની વાત કરી રહ્યા છે. હકિકતમાં એમ છે કે તેલની કિંમત માર્કેટ આધારિત છે. અર્થાત તેની કિંમત હવે તેલ કંપનીઓ નક્કી કરે છે. બીજી તરફ કોરોના કાળમાં રાજકોષીય સંગ્રહમાં આવેલા ઘટાડાને જોઈને સરકાર માટે ટેક્સમાં ઘટાડો કરવો પણ ખૂબજ મુશ્કેલ કામ છે.

અમારું બજેટ આગામી 20 વર્ષને ધ્યાને રાખીને બનાવાયું

શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં નાણાંમંત્રીએ કહ્યું કે, અમે ભારતીય યુવાઓ પર ફોકસ કરવા માગીએ છીએ. જે અમે બજેટમાં કર્યું પણ છે. અમારું બજેટ આગામી 20 વર્ષને ધ્યાને રાખીને બનાવાયું છે.

આ બાબતમાં જીએસટી કાઉન્સિલ વિચાર કરી શકે

શું પેટ્રોલ ડિઝલ જીએસટીમાં શામેલ કરવામાં આવશે? આ સવાલ પર નિર્મલા સિતારમને કહ્યું કે આ બાબતમાં જીએસટી કાઉન્સિલ વિચાર કરી શકે છે. તેમણે કહ્યું કે આ સમયે અર્થવ્યવસ્થાની હાલતની બાબતમાં એના કેટલાય પહેલુને જોવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે હું કેટલાય પક્ષો સાથે વાત કરી રહી છું. મોટેભાગે ઉદ્યોગપતિઓએ કહ્યું કે, હવે કારખાના તમામ ક્ષમતાઓ સાથે કામ કરી રહ્યા છે. અને હવે તે વિસ્તાર કરવા પર વિચાર કરી રહ્યા છે.

અર્થવ્યવસ્થામાં સુધારો થયાના સંકેતો મળી રહ્યા છે

નાણામંત્રીએ કહ્યું કે, હવે નોકરી ભર્તીઓમાં સુધારા થઈ ગયા છે. આઈઆઈટી અને આઈઆઈએમનું પણ કહેવું છે કે ભરતીમાં ઝડપ આવી છે. નોકરીઓ માટે બજારમાં સુધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે પ્રવાસી મજૂરો પાછા આવી રહ્યા છે. તેનાથી અર્થવ્યવસ્થામાં સુધારો થયાના સંકેતો મળી રહ્યા છે. બેંકમાં હવે હોમલોન દરમાં ઘટાડો કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો