GSTV
Gujarat Government Advertisement

ભૂખમરાનો રિપોર્ટ: ભારતમાં આખા વર્ષ દરમિયાન દરેક ઘરમાં એક વ્યક્તિ વર્ષે કરે છે 50 કિલો ભોજનનો બગાડ, દુનિયામાં 3 અબજ લોકો ભૂખમરાથી પીડિત

Last Updated on March 5, 2021 by

દુનિયા કેટલાય દેશોમાં ભૂખમરો ચરમસીમા પર છે. તો વળ સુવિધા સંપન્ન લોકો એક દિવસમાં કેટલાય કિલો ભોજન બરબાદ કરી નાખતા હોય છે. આ કંઈ બનીબનાવેલી વાતો નથી. પણ, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા ફૂડ વેસ્ટ ઈંડેક્સ રિપોર્ટ 2021માં સામે આવેલી વાતો છે. રિપોર્ટ અનુસાર સમગ્ર દુનિયામાં અનુમાનિત રીતે 931 મિલિયન ટન ભોજનનો કચરો કચરાપેટીમાં જાય છે. વર્ષ 2019માં ગ્રાહકોને ઉપલબ્ધ કુલ ભોજનના 17 ટકા, ઘરેલૂ, છૂટક વેપારીઓ, રેસ્ટોરંટ અને અન્ય ખાદ્ય સેવાઓ દ્વારા કચરા પેટીમાં કચરો ગયો. ભારત પણ તેમાં પાછળ નથી.

ગુરૂવારે જાહેર કરાયેલી UNEP રિપોર્ટમાં કહેવાયુ છે કે, 2019-20માં ભારતમાં વેસ્ટેઝ ફડનો કુલ વજન કઠોળ, શેરડી અને બાગાયતી ઉત્પાદનોના કુલ ઉત્પાદનની બરાબર હોય છે. રિપોર્ટમાં જણાવે છે કે, ભારતમાં પણ જ્યાં લાખો લોકો પોતાની રોજી માટે વેઠી રહ્યા છે. અહીંયા પણ કેટલાય ટન ભોજન દર વર્ષે બરબાદ થાય છે. નિષ્ણાંતો આ વિષય પર ગંભીર વિરોધાભાસમાંથી બહાર નિકળવાનો ઉપાય શોધી રહ્યા છે. આપણે સરકાર અને એનજીઓની મદદથી આ વિષય પર જાગૃતિ અભિયાન ચલાવવાની જરૂર છે.

જો વૈશ્વિક સ્તર પર વાત કરીએ તો, ઘરોમાં 74 કિલોગ્રામ ભોજન બરબાદ થાય છે. તો વળી દેશોમાં અફઘાનિસ્તાનમાં 82 કિલોગ્રામ દર વર્ષે, નેપાલમાં 79 કિલોગ્રામ, શ્રીલંકામાં 76, પાકિસ્તાનમાં 74 અને બાંગ્લાદેશમાં 65 કિલોગ્રામ પ્રતિ વ્યક્તિ ભોજન બરબાદ થાય છે. પ્રતિ વ્યક્તિ, ખાદ્ય વેસ્ટ, વાસ્તમવમાં દક્ષિણ એશિયાઈ અને યુરોપના મોટા ભાગના તથા ઉત્તરી અમેરિકી દેશોની સરખામણીએ પશ્ચિમ એશિયાઈ અને ઉપ સહારા આફ્રિકી દેશોમાં તે વધારે છે.

રિપોર્ટમાં ખાદ્ય અને કૃષિ સંગઠનનો ઉલ્લેખ કરતા કહેવાયુ છે કે, એવુ અનુમાન છે કે, 2019માં સમગ્ર દુનિયામાં 690 મિલિયન લોકો ભૂખની કમીથી ઝઝૂમી રહ્યા છે. ખાદ્ય અપવ્યય સૂચકાંક રિપોર્ટમાં કહેવાયુ છે કે, કોરોનાની મહામારીના સમયમાં અને તે બાદ આ સંખ્યામાં ખૂબ વધારો થયો છે. આ રિપોર્ટથી ચોક્કસપણે લોકોમાં સંદેશોમાં જશે અને ભોજનના થતાં વેસ્ટને અટકાવવામાં મદદ મળશે. કારણ કે, સમગ્ર દુનિયામાં 3 અબજ લોકો સામે ભોજનની સમસ્યા ઉભી થયેલી છે.

આપને જણાવી દઈએ કે, વૈશ્વિક ગ્રીન હાઉસ ગૈસ ઉત્સર્જનનો 8-10 ટકા એવા ભોજન સાથે જોડાયેલા છે, જેનું સેવન નથી કરવામાં આવતું. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણએ યુએનઈપીના કાર્યકારી નિર્દેશક ઈનગર એંડરસને કહ્યુ હતું કે, ખાદ્ય અપવ્યયને ઓછુ કરવા માટે જીએચસી ઉત્સર્જનમાં કાપ મુકાશે. જમીન રૂપાંતરણ અને પ્રદૂષણના માધ્યમથી પ્રકૃતિનો વિનાશ ધીમો થશે. ભોજનની ઉપલબ્ધતા વધશે, અને આવી રીતે ભૂખમરાને ઓછી કરી શકાશે. વૈશ્વિક મંદીના સમયમાં પૈસાની બચત થશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો