Last Updated on March 5, 2021 by
દેશમાં ટ્રાન્સજેન્ડર્સ દ્વારા રક્તદાન પર પ્રતિબંધને બંધારણીય માન્યતા પ્રાપ્ત છે. જેને સુપ્રીમ કોર્ટમાં પડકારતી એક અરજી પર સુનવણી કરતાં કેન્દ્ર સરકાર અને તેની સાથે જોડાયેલા પક્ષોને જવાબ આપવા માટે નોટિસ આપવામાં આવી છે.
બંધારણીય માન્યતાને પડકારતી અરજી
સુપ્રીમ કોર્ટ શુક્રવારે રક્તદાન દિશા-નિર્દેશ 2017ની કલમ 12 અને 51ને મળેલી બંધારણીય માન્યતાને પડકારતી અરજી પર સુનવણી કરી હતી. જે મુજબ દેશમાં ટ્રાન્સજેન્ડર્સ દ્વારા રક્તદાન પર પ્રતિબંધ લદાયો હતો.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે સરકારને નોટિસ આપી જવાબ માગ્યો
દેશના ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેના નેતૃત્વવાળી ત્રણ જજોની પીઠે આ મુદ્દે અરજી પર સુનવણી બાદ સરકારને નોટિસ આપ હતી. આ અરજીમાં ટ્રાન્સજેન્ડર્સ દ્વારા રક્તદાન પર પ્રતિબંધના નિયમને હટાવી લેવાની માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન CJI શરદ બોબડેએ કહ્યું હતું કે, કોર્ટે ફાળવેલી નોટિસના જવાબની રાહ જોશે. તેમણે આગળ જણાવ્યું હતું કે, આ મુદ્દો સ્વાસ્થ સેવા સાથે જોડાયેલો છે. જોકે કેન્દ્ર સરકારને નોટિસ ફાળવીને આ મુદ્દે વિગતવાર જવાબ માંગવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે હાલ પૂરતુ બ્લડ ડોનર્સ ગાઇડલાઇન પર રોક લગાવાથી મનાઇ ફરમાવી હતી. કોર્ટ મુજબ આ મુદ્દાને સમજ્યા વગર કોઇ નિર્ણય ન લઇ શકાય.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31