GSTV
Gujarat Government Advertisement

હૈદરાબાદમાં 50 ટકાથી વધારે લોકો થઈ ચૂક્યા છે કોરોનાથી સંક્રમિત, સીરો સર્વેમાં થયો આ ચોંકાવનારો ખુલાસો

કોરોના

Last Updated on March 5, 2021 by

કોરોનાનુ સંક્રમણ દેશમાં હજી પણ યથાવત છે અને તેલંગાણાની રાજધાની હૈદ્રાબાદમાં થયેલા સર્વેમાં તો ચોંકાવનારી જાણકારી સામે આવી છે. હૈદરાબાદમાં તાજેતરના સેરો પ્રિવેલેન્સ સર્વેમાં બહાર આવ્યું છે કે શહેરના લગભગ 54 ટકા રહેવાસીઓએ સાર્સ-કોવી -૨ સામે એન્ટિબોડીઝ વિકસાવી છે, જે કોરોનાવાયરસના સંપર્કમાં હોવાનું દર્શાવે છે. સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે 75 ટકા કરતા વધુ લોકોને ખબર નથી હોતી કે તેઓને ભૂતકાળમાં કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો.

હૈદ્રાબાદ શહેરના પચાસ ટકા લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા

ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ દ્વારા હૈદ્રાબાદમાં કરાયેલા સર્વે બાદ એવુ તારણ નિકળ્યુ છે કે, અત્યાર સુધીમાં હૈદ્રાબાદ શહેરના પચાસ ટકા લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. સર્વે પ્રમાણે 54 ટકા લોકોમાં કોરોના સામેની એન્ટીબોડીઝ મળી છે અને તે બતાવે છે કે, આ લોકોને ક્યારેક ને ક્યારેક કોરોના થઈ ચુક્યો હશે. કારણકે જેમને કોરોના થયો હોય છે તેમના શરીરમાં કોરોના સામે લડવા માટેની રોગ પ્રતિકારક શક્તિ ઉભી થતી હોય છે. જેને એન્ટીબોડીઝ કહેવામાં આવે છે.

75 ટકા લોકોને તો કોરોના થયો હોવાની જાણકારી મળી નહોતી

બીજી તરફ આ પૈકીના 75 ટકા લોકોને તો કોરોના થયો હોવાની જાણકારી મળી નહોતી. કારણકે તેમને કોરોનાના કોઈ જાતના લક્ષણ મહેસૂસ થયા નહોતા. આ સર્વે માટે 9000 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 56 ટકા મહિલાઓમાં અને 53 ટકા પુરુષોમાં એન્ટીબોડી જોવા મળ્યા હતા. 70 વર્ષથી વધારે વયના લોકોમાં તેનુ પ્રમાણ ઓછુ જોવા મળ્યુ હતુ.

હૈદ્રાબાદ સમયની સાથે હર્ડ ઈમ્યુનિટી તરફ આગળ વધી રહ્યું

જાણકારોનુ માનવુ છે કે, આ સર્વેનુ એક અર્થઘટન એવુ પણ થઈ શકે કે, હૈદ્રાબાદ સમયની સાથે હર્ડ ઈમ્યુનિટી તરફ આગળ વધી રહ્યુ છે. કોરોનાની વેક્સીન આપવાના કારણે તેમાં વધારે વેગ આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો