GSTV
Gujarat Government Advertisement

પુરુષો ચમત્કારી છે આ એક નાનકડી વસ્તુ: આજથી જ કરો સેવન, સ્પર્મની ક્વોલીટી અને ક્વોન્ટીટીમાં થશે જાદુઇ બદલાવ

પુરુષો

Last Updated on March 5, 2021 by

સ્પર્મની ક્વોલીટી અને ક્વોંટીટી વધારવા માટે સહભાગીઓ અનેક પ્રકારની સારવાર અને દવાઓનો આશરો લે છે. પરંતુ તમે કદાચ નહીં જાણતા હોવ કે ટામેટા પણ તમારા સ્પર્મની ગુણવત્તા સુધારી શકે છે. આ દાવો થોડા વર્ષો પહેલા હાથ ધરવામાં આવેલા સંશોધન દ્વારા કરવામાં આવ્યો છે. સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે ટમેટામાં લાઇકોપીન નામનું પોષક તત્વ હોય છે, જે પુરુષોમાં પ્રજનન સમસ્યાઓનું નિવારણ લાવવામાં મદદ કરી શકે છે. ટામેટાંનો રંગ લાઇકોપીનને કારણે લાલ હોય છે.

સંશોધનમાં એવું પણ જોવા મળ્યું હતું કે તે પુરુષોમાં સ્પર્મની ગુણવત્તા વધુ સારી હોવાનું જાણવા મળ્યું છે, જેઓ દિવસના બે ચમચી જેટલી ટામેટાંની પ્યુરીનું સેવન કરે છે. સંશોધનકારો એમ પણ માને છે કે આ સંશોધન એવા પુરુષો માટે મોટી મદદ કરશે જે ભવિષ્યમાં પ્રજનનક્ષમતાની સારવાર કરાવી રહ્યા છે. સ્પર્મની નબળી ગુણવત્તાને કારણે વંધ્યત્વના 40 ટકાથી વધુ કિસ્સાઓ જોવા મળે છે.

પુરુષો

સંશોધન ઘણા સહભાગીઓ પર કરવામાં આવ્યું

શેફિલ્ડ યુનિવર્સિટીની સંશોધન ટીમે કુલ 60 સહભાગીઓ પર આ અભ્યાસ કર્યો હતો. આ અધ્યયનમાં 19 થી 30 વર્ષની વયના સહભાગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાગ લેનારાઓમાંના અડધા સહભાગીઓએ 12-અઠવાડિયાના પરીક્ષણ દરમિયાન 14 એમજી લેક્ટોસહભાગીઓપીનનું સેવન કર્યુ હતુ. આ દવા કેમ્બ્રિજ ન્યુટ્રાસ્યુટીકલ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવી હતી, જેમાં ટમેટાના તત્વો હતા. તે જ સમયે, અડધા સહભાગીઓએ પ્લેસિબોનું સેવન કર્યુ હતું. સંશોધનકારોએ પરીક્ષણ પહેલાં અને પછી વીર્યના નમૂના લીધા હતા. આ પછી, લેક્ટોલિકોપીન લેતા સહભાગીઓમાં 40 ટકા વધુ અને સારી ગુણવત્તાની શુક્રાણુઓ મળ્યા હતા.

પુરુષો

શેફિલ્ડ યુનિવર્સિટીના હેડ પ્રોફેસર એલન પેસીએ જણાવ્યું હતુ કે, ‘અમને ખરેખર આશા ન હતી કે રિસર્ચમાં ટેબલેટ અને પ્લેસબો લેનાર પુરુષો વચ્ચેના વીર્યની ગુણવત્તામાં કોઈ તફાવત જોવા મળશે. પરંતુ જ્યારે અમે સંશોધન કર્યું અને તેના પરિણામોને ડીકોડ કર્યા, તો અમે આશ્ચર્યચકિત થઈ ગયા. સ્પર્મના આકાર અને ગુણવત્તામાં આશ્ચર્યજનક સુધારો જોવા મળ્યો. પેસી માને છે કે લાઇકોપીનની એન્ટિ-ઓક્સિડેન્ટ ગુણધર્મો શુક્રાણુઓને નુકસાન થવાથી બચાવી શકે છે. ‘

પુરુષો

રિસર્ચ ટીમે કહી આ વાત

ટીમનું કહેવું છે કે તેમનું આગામી સંશોધન તે વાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે કે શું આ સપ્લીમેન્ટ ફર્ટિલિટી ટ્રીટમેંટ માટે ઉપયોગી થશે કે નહીં, જે વંધ્યત્વને કારણે સંતાનસુખથી વંચિત છે.

નોંધ: લેખમાંની માહિતી ફક્ત સામાન્ય માહિતી હેતુ માટે છે. જો તમે કોઈ પણ પ્રકારની સમસ્યાથી પરેશાન છો, તો તમારે આ માહિતી અમલમાં મૂકતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો