Last Updated on March 5, 2021 by
મોદી સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરીને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દીધું છે. મોદી સરકારના આ પગલાંને સાહસિક પગલાં તરીકે જોવામાં આવે છે. જોકે, પાકિસ્તાન તરફથી સમગ્ર મામલે તીખી પ્રતિક્રિયા આપવામાં આવી અને તેને આશા હતી કે અમેરિકા આ મામલે વાંધો ઉઠાવશે. પરંતુ તત્કાલીન ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવામાં ન આવી. પાકિસ્તાન આશા રાખી રહ્યું હતું કે રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બાઇડેન તેમને સમર્થન આપશે. પરંતુ, અહીં પણ તેવું કઈ જોવા નથી મળી રહ્યું.
અમેરિકાના વિદેશ મંત્રાલય બુધવારે પ્રેસકોન્ફરન્સ દરમ્યાન જમ્મુ કાશ્મીરને ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ કહેવામાં આવ્યું હતું. ચર્ચાઈ રહ્યું છે કે અમેરિકા તરફથી જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવું મોદી સરકારના 6 ઓગસ્ટના નિર્ણયના સમર્થન તરીકે ગણવામાં આવી રહ્યું છે. જેને લઈને પાકિસ્તાની મીડિયામાં ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે. પાકિસ્તાની અખબાર ડૉનએ લખ્યું હતું કે અમેરિકાએ આશ્વસ્ત કર્યા છે કે કાશ્મીર પર તેમની નીતિમાં કોઈ બદલાવ નથી થયો. પરંતુ, નિવેદનમાં કાશ્મીર માટે કેન્દ્રશાસિત પ્રદેશ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હતો.
અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઇસએ પ્રેસ કોન્ફરન્સમાં કાશ્મીરને લઈને પૂછવામાં આવેલ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, ‘ભારતીય લોકતંત્ર અનુરૂપ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં રાજનૈતિક અને આર્થિક સ્થિતિ સામાન્ય કરી દેવામાં પગલાં ભરવામાં આવ્યા છે તેનું અમે સ્વાગત કરીયે છીએ.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31