Last Updated on March 5, 2021 by
રાજ્યમાં ફરી વકરતા કોરોના કેસના કારણે મહાશિવરાત્રી પર જૂનાગઢમાં શિવરાત્રિનો મેળો ભાવિકો માટે બંધ રાખવાની જાહેરાત થઈ છે.પરંતુ મહામંડલેશ્વર અને સાધુ-સંતોએ મુખ્યપ્રધાન સમક્ષ મેળો શરુ રાખવાની બુલંદ માંગ કરતાં શિવરાત્રીના મેળાનો મુદ્દો ફરી ગરમાયો છે. ત્રણ દિવસ અગાઉ સાધુસંતો અને વહીવટીતંત્રના પદાધિકારીઓની બેઠક યોજી જે બાદ યાત્રિકો માટે શિવરાત્રિનો મેળો બંધ રાખવાની જાહેરાત થઈ પરંતુ આ નિર્ણય સામે મહામંડલેશ્વર અને ચોટીલા સ્થિત આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુએ મેળો યાત્રિકો માટે પણ શરુ રાખવાની મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆત કરી છે.
યાત્રિકો માટે પણ શરુ રાખવાની મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆત કરી
કોરોનાની ગાઈડ લાઈન સાથે વિધાનસભાની ચૂંટણી મહાનગરપાલિકાની ચૂંટણી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થઈ અને હવે શિવરાત્રીનો મેળો પણ કોરોનાની ગાઈડ લાઈન સાથે કરવાની બુલંદ માંગ કરી છે. સાથે સાધુઓમાં રમતા સાધુ તરીકે ઓળખાતા સાધુઓએ પણ યાત્રિકો માટે મેળો શરુ રાખવાની ઉગ્ર ચીમકી ઉચ્ચારી છે અને જો યાત્રિકો માટે મેળો બંધ રાખવામાં આવશે તો સરકાર સામે આંદોલનનુ રણશીંગુ ફુંકવાની જાહેરાત કરી છે. જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો બંધ રાખવાના કારણે આર્થિક 300 કરોડ રૂપિયાનું નુકસાન પણ છે અને સેંકડો લોકોની રોજીરોટી પણ બંધ થશે. હવે કોરોના કંટ્રોલમાં હોવાનો સરકારનો દાવો કરી રહી છે.. તો શિવરાત્રી મેળો શા માટે બંધ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
કોરોનાની ગાઈડ લાઈન સાથે વિધાનસભાની ચૂંટણી મહાનગરપાલિકાની ચૂંટણી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થઈ
જૂનાગઢમાં શિવરાત્રીનો ભવનાથનો મેળો વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે ચાલુ રાખવા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું..શિવસેનાના કાર્યકરોએ કલેક્ટરને આવેદન આપ્યું હતુ..જો કે સરકારે કોરોનાને ધ્યાને લઇને મેળો બંધ રાખવાની જાહેરાત કરી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31