GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો/ 10 વર્ષના સૌથી નીચા દરે મળી રહી છે હોમ લોન, સપનાનું ઘર લેવાનો આનાથી સારો મોકો નહીં મળે

લોન

Last Updated on March 5, 2021 by

જો તમે ઘર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો, તો આનાથી સારો સમય તમને કદાચ ભાગ્યે જ મળશે. ICICI બેંકે પણ તેના હોમ લોનના દરને ઘટાડીને 10 વર્ષના નીચા સ્તરે લાવી દીધા છે. આ પહેલા એસબીઆઈ, કોટક જેવી બીજી ઘણી બેન્કો પણ હોમ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કરી ચુકી છે.

fd

ICICI બેંકે હોમ લોન પરના વ્યાજ દરને ઘટાડીને 6.70 ટકા કર્યો

ICICI બેંકે શુક્રવારે તેની હોમ લોન પરના વ્યાજ દરને ઘટાડીને 6.70 ટકા કર્યો છે. છેલ્લા દસ વર્ષમાં આ બેંકનો સૌથી સસ્તો હોમ લોન રેટ છે. આ લોન દર આજથી 5 માર્ચે લાગુ થઇ ગયો છે.ICICI બેંકનું કહેવું છે કે 75 લાખ રૂપિયા સુધીની હોમ લોન ધરાવતા ગ્રાહકોને પોસાય તેવા દરનો લાભ મળશે. 75 લાખ રૂપિયાથી વધુની લોન માટે, બેંકે 6.75 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો છે. આ દર હાલમાં 31 માર્ચ સુધીનો છે.

નોંધપાત્ર વાત એ છે કે ભારતીય રિઝર્વ બેંકે નીતિગત દરને ખૂબ નીચા સ્તરે લાવ્યા છે. આને કારણે, બેંકો માટે વ્યાજના દરમાં ઘટાડો કરવો સરળ બન્યો છે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા દ્વારા નક્કી કરાયેલ રેપો રેટ હાલમાં 4 ટકા છે. આ તે જ દર છે જેના આધારે બેંકોને રિઝર્વ બેંકમાંથી લોન મળે છે. એટલે કે, બેન્કોને રિઝર્વ બેંક તરફથી ખૂબ સસ્તી લોન મળી રહી છે. તેથી જ તેઓ તેના લાભ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.

લોન

એસબીઆઇ અને કોટક પહેલાં જ કરી ચુક્યા છે લોન સસ્તી

અગાઉ સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા પણ હોમ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કરી ચુકી છે. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ સીઆઈબીઆઈએલ સ્કોરના આધારે હોમ લોનમાં 0.1 ટકા સુધીની છૂટ આપવાની જાહેરાત કરી છે. આની સાથે એસબીઆઈની હોમ લોન લઘુત્તમ વ્યાજ દર 6.70 થઇ ગયો છે.

બેંકે કહ્યું છે કે આ રાહત દર 31 માર્ચ, 2021 સુધી જ રહેશે. આ સિવાય બેંકે 31 માર્ચ સુધીમાં 100 ટકા પ્રોસેસિંગ ફી માફ કરવાની પણ જાહેરાત કરી છે, એટલે કે માર્ચના અંત સુધીમાં, હોમ લોન લેનારાને કોઈ પ્રોસેસિંગ ફી ચૂકવવાની રહેશે નહીં. એ જ રીતે, કોટક મહિન્દ્રા બેંક પાસેથી હોમ લોન લેતા, તમારે ફક્ત 6.65 ટકા વ્યાજ આપવું પડશે.

લોન

એચડીએફસીએ પણ ફેરવી કાતર

હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (એચડીએફસી) એ પણ તેની હોમ લોન માટેના વ્યાજ દરમાં તાજેતરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. એચડીએફસીએ તેના ગ્રાહકો માટે હોમ લોન પરના વ્યાજ દરમાં 5 બેસિસ પોઇન્ટ એટલે કે 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કપાત બાદ, લોન હિસ્ટ્રી ધરાવતા ‘સર્વશ્રેષ્ઠ ગ્રાહકો’ને હોમ લોન 6.75 ટકા વ્યાજ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો