Last Updated on March 5, 2021 by
લોકોની સુવિધા માટે ભારત સરકારે એક મોટુ પગલું લીધુ છે. હવે જલ્દી જ વાહનોમાં લાગતા FASTagફક્ત ટોલ પ્લાઝા પર ડિજિટલ પેમેન્ટ ઉપરાંત અન્ય સર્વિસમાં ઉપયોગ લઇ શકાશે. ઉપભોક્તા જલ્દી જ FASTagsનો ઉપયોગ કરીને પેટ્રોલ-ડીઝલ ખરીદવા અને પાર્કિંગ ચાર્જીસની ચુકવણી કરવામાં સક્ષમ હશે. FASTagદ્વારા ટોલ પ્લાઝા પર પેટ્રોલ-ડીઝલ ઉપરાંત CNG પણ ભરાવી શકાશે.
જણાવી દઇએ કે કેન્દ્ર સરકાર FASTagsને મલ્ટીપર્પઝ સર્વિસમાં ઉપયોગ કરવાની દિશામાં કામ કરી રહી છે. હાલ સરકાર તેને લગતી તમામ ટેક્નીકલ અડચણોને દૂર કરવાનું કામ કરી રહી છે. સરકારનો પ્રયાસ છે કે ‘વન નેશન વન ફાસ્ટેગ’ યોજના અંતર્ગત FASTagsનો ઉપયોગ દેશના તમામ હાઇવે અને એક્સપ્રેસ-વે પર કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર મંત્રાલય અનુસાર ગત વર્ષે કોરોના કાળમાં ટોલ ટેક્સ પર બે ગજનું અંતર જાળવી રાખવા અને કોન્ટેક્ટલેસ પેમેંટમાં FASTagકારગર સાબિત થયુ છે.
FASTagને પાર્કિંગ પેમેન્ટ કરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવશે
ભારતીય રિઝર્વ બેંકે FASTagદ્વારા પાર્કિંગ અને પેટ્રોલ-ડીઝલની ખરીદીની ચુકવણી કરવાને મંજૂરી આપી દીધી છે. સાથે જ RBIએ તેને લઇને નોટિફિકેશન પણ જારી કર્યુ છે. જણાવી દઇએ કે FASTagને પાર્કિંગ પેમેન્ટ કરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવશે. તે અંતર્ગત હૈદરાબાદ, બેંગલોર એરપોર્ટમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી દીધો હતો. હૈદરાબાદ, બેંગલોર એરપોર્ટ પર સફળ થયા બાદ હવે તેને દિલ્હી એરપોર્ટ પર પણ લાગુ કરવા જઇ રહી છે.
FASTagને લઇને આ છે સરકારની યોજના
જણાવી દઇએ કે પાછલા દિવસોમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પણ આ વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, હવેથી FASTag પેટ્રોલ પંપો પર ઉપલબ્ધ થશે અને અમારી યોજના તેને દેશભરમાં ઉપલબ્ધ કરાવવાની છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે આ ઉપરાંત એ યોજના પણ છે કે ગ્રાહક આ કાર્ડનો ઉપયોગ પેટ્રોલ ખરીદવા અને પાર્કિંગ સુવિધાઓનો ચાર્જ ચુકવવામાં પણ કરી શકે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31