Last Updated on March 4, 2021 by
આસામમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ અને તેમના સહયોગીઓ વચ્ચે સીટોની વહેંચણીને લઈને ફોર્મુલા નક્કી થઈ ગઈ છે. જ્યાં એજીપી 26 સીટો પર ચૂંટણી લડશે, યુપીપીપી 8 સીટો પર ઉતારશે ઉમેદવાર. યીપીપીએલને 8 સીટ આપવામાં આવી છે. જ્યારે બાકીની તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારો ઉતારશે.
આજે જ દિલ્હીના ભાજપ મુખ્યાલય ખાતે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં કેન્દ્રીય ભાજપ ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ બેઠકમાં શામેલ થવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા. આ ઉપરાંત નીતિન ગડકરી, જિતેન્દ્ર સિંહ, બીએલ સંતોષ, આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સૌનોવાલ પણ શામેલ થયા હતા.
ગત ચૂંટણીમાં ભાજપે જીતી હતી 60 સીટો
આસામ વિધાનસભામાં 126 સીટો છે. વર્ષ 2016માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 60 સીટો જીતી હતી. ગત ચૂંટણીમાં બોડોલેન્ડ પીપુલ્સ ફ્રન્ટ ભાજપ અને અગપની સાથે મળીને ચૂંટણી લડી હતી અને તેમાંથી 12 સીટો પર જીત નોંધાવી હતી. આ વખતે ચૂંટણીમાં બીપીએફે કોંગ્રેસ અને એઆઈયુડીએફની સાથે ગઠબંધન કર્યુ છે.
આસામમાં ભાજપને પોતાની સત્તા બચાવી રાખવી મોટી ચેલેન્જ
આ વખતે આસામમાં ભાજપ સામે મોટી ચેલેન્જ આવી છે. ત્યાં કોંગ્રેસ અને એઆઈયુડીએફના ગઠબંધન સામે તેમની ટક્કર થવાની છે. ભાજપે ગત વિધાનસભા ચૂંટણીમાં 10 વર્ષના કોંગ્રેસના શાસનનો અંતર કરતા પહેલી પૂર્વોત્તરના કોઈ રાજ્યમાં સત્તા મેળવી હતી. ત્યારે આ વખતે સૌથી મોટી ચેલેન્જ એ છે કે, ભારતીય જનતા પાર્ટી પોતાની આ સત્તાને ટકાવી રાખવા મથશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31