Last Updated on March 4, 2021 by
જો તમારી પાસે એલઆઈસીની જીવન વીમા પોલિસી છે, તો આ સમાચાર ખાસ તમારા માટે ઉપયોગી છે. દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Coporation of India) અટકી ગયેલી પોલિસીને પુનર્જીવિત કરવાની છેલ્લી તક આપી રહી છે. તમે 6 માર્ચ સુધીમાં તમારી બંધ રહેલી પોલિસીને ફરીથી શરૂ કરી શકો છો. આ વિશેષ રિવાઇવલ અભિયાન 7 જાન્યુઆરીથી શરૂ થઇ ગઇ છે અને છેલ્લે 6 માર્ચ સુધી ચાલશે. એલઆઈસીના આ વિશેષ રિવાઇવલ કેમ્પેઇન હેઠળ કેટલીક વિશેષ યોજનાઓની પોલિસીને ફરીથી શરૂ કરી શકાય છે. જો તમે તમારી બંધ થયેલી પોલિસીને ચાલુ નથી કરાવી તો કદાચ તમને મોટું નુકસાન થઈ શકે છે. જેમાં તમે ક્યારેય જીવન વીમાનો લાભ લઈ શકશો નહીં.
આ વિશેષ રિવાઇવલ કેમ્પેઇન હેઠળ, એ જ પોલિસીને ફરીથી શરૂ કરવામાં આવશે કે જેમાં પોલિસીધારકો દ્વારા હપ્તો જમા કરવામાં થયેલ મોડું ત્યારથી લઇને અત્યાર સુધીનો પાંચ વર્ષનો સમયગાળો પૂર્ણ નથી થયો. જો કે, એ માટે અનેક પ્રકારનાં નિયમો અને શરતોને ધ્યાનમાં રાખવી પડશે. રિવાઇવલ માટે પોલિસીધારકોને લેટ ફી તેમજ હેલ્થ જરૂરિયાતોમાં પણ છૂટ મળશે.
લેટ ફીમાં મળશે આટલી છૂટ
- અટકેલી પોલિસીને રિવાઇવ કરવાની સ્થિતિમાં પોલિસી હોલ્ડર્સને 1 લાખ રૂપિયા સુધીના વાર્ષિક પ્રીમિયમ પર લેટ ફીમાં 20 ટકા અથવા તો તેનાથી વધારે 2,000 રૂપિયા ફીની છૂટ મળશે.
- જો કોઇ પોલિસીધારકનું વાર્ષિક પ્રીમિયમ 1 લાખથી 3 લાખ રૂપિયાની વચ્ચે છે તો તેને 25 ટકા અથવા તો તેનાથી વધારે 2,500 રૂપિયાની છૂટ મળશે.
- આ સાથે 3,00,001 રૂપિયા અને વધારાના પ્રીમિયમ પર 30 ટકા અથવા તો 3,000 રૂપિયાની છૂટ મળશે.
અહીં છૂટ નહીં મળે
હેલ્થ ઇન્શ્યોરન્સ, ટર્મ ઇન્શ્યોરન્સ અને મલ્ટીપલ રિસ્ક પોલિસી જેવા હાઇ રિસ્ક પ્લાનના મામલામાં લેટ ફીમાં કોઇ પણ જાતની છૂટ નહીં મળે. આવી પોલિસીઓ કે જે પ્રીમિયમ ચૂકવણી કરવામાં લેપ્સ થઇ ગઇ હોય અને રિવાઇવલ તારીખ સુધી જેની પોલિસી ટર્મ પૂર્ણ ના થઇ હોય, તેને આ કેમ્પેઇનમાં રિવાઇઝ કરવામાં આવી શકશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31