Last Updated on March 4, 2021 by
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલા ઠુમકા લગાવતા નજરે પડ્યા હતા. બંને નેતાઓ એક પછી એક ગીત પર ડાંસ કરી રહ્યા છે. આ દરમિયાન ત્યાં હાજર લોકો પણ તેમની સાથે નાચતા દેખાયા હતા. હકીકતમાં જોઈએ તો, મુખ્યમંત્રી અમરિંદર સિંહની પૌત્રીના લગ્ન હતા. આ અવસરે ફારૂક અબ્દુલા વર-વધુને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. ત્યારે અહીં જેવુ કાનમાં સંગીતની ધૂન વાગી કે, ફારુક અબ્દુલા પોતાની જાતને રોકી શક્યા નહોતા. તેમનો આ ડાંસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
#FarooqAbdullah Dancing At #AmarinderSingh's grand daughter's marriage "Aajkal tere mere pyar ke charche" pic.twitter.com/PnbfhWdMgk
— @Rakesh (@Rakesh5_) March 4, 2021
કૈપ્ટન અમરિંદર સિંહની પૌત્રી સહરઈંદર કૌરના લગ્ન રવિવારે દિલ્હીમાં સંપન્ન થયા હતા. ખૂબ જ સાદગી ભર્યા માહોલામાં સિસવાં સ્થિત આવેલા નિવાસ સ્થાને સહરઈંદરના લગ્ન એક બિઝનેસમેન માટે થયા હતા. સમારંભમાં પરિવારના સભ્યો અને નજીકના સગાઓ હાજર રહ્યા હતા.
આ લગ્નમાં કેપ્ટન અમરિંદરના મંત્રીઓ, ધારાસભ્યો તથા પ્રદેશના સાંસદો અને અન્ય નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા નહોતા. જો કે, મુખ્યમંત્રીનો સ્ટાફના અમુક નજીકના લોકો સમારંભમાં દેખાયા હતા. બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના મોટા દિકરા ઈબ્રાહિમ અલી ખાન પણ આ લગ્નમાં પહોંચ્યો હતો. આપને જણાવી દઈએ કે, સહરઈંદર કૌર સીએમ અમરિંદરના દિકરા રણઈંદર સિંહની દિકરી છે. તેનો પતિ આદિત્ય નારંગ દિલ્હીનો બિઝનેસમેન દેવિન નારંગનો દિકરો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31