Last Updated on March 4, 2021 by
આવકવેરા વિભાગે ટેક્ષ ચોરી મામલે ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નુ સહિતના કલાકારોના ઘરે દરોડા પાડ્યા તેને લઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટર પર કેટલાક રૂઢિપ્રયોગો શેર કરીને કેન્દ્ર સરકાર આવકવેરા વિભાગ, ઈડી અને સીબીઆઈને આંગળીઓ પર નચાવે છે તેમ કહ્યું હતું. ઉપરાંત કોંગ્રેસી નેતા અભિષેક મનુ સિંઘવી અને ઉદિત રાજે પણ આવકવેરા વિભાગની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા હતા. અગાઉ અભિનેત્રી સ્વરા ભાસ્કરે આ મામલે તાપસીને પ્રોત્સાહન આપતી ટ્વીટ કરી હતી.
कुछ मुहावरे:
— Rahul Gandhi (@RahulGandhi) March 4, 2021
उँगलियों पर नचाना- केंद्र सरकार IT Dept-ED-CBI के साथ ये करती है।
भीगी बिल्ली बनना- केंद्र सरकार के सामने मित्र मीडिया।
खिसियानी बिल्ली खंबा नोचे- जैसे केंद्र सरकार किसान-समर्थकों पर रेड कराती है।#ModiRaidsProFarmers
રૂઢિપ્રયોગો દ્વારા કેન્દ્ર પર નિશાન
રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘કેટલાક રૂઢિપ્રયોગોઃ આંગળીઓ પર નચાવવું- કેન્દ્ર સરકાર IT વિભાગ, ED, CBI સાથે આવું કરે છે. ભીગી બિલ્લી બનવું- કેન્દ્ર સરકાર સામે મિત્ર મીડિયા. ખિસિયાની બિલ્લી ખંભા નોચે (ખસીયાણી પડેલી બિલ્લી થાંભલા સાથે નખ ભરાવે)- જેમ કેન્દ્ર સરકાર ખેડૂત સમર્થકોના ત્યાં દરોડા પડાવે છે.’
Some from Bollywood get raided for speaking out against the establishment.
— Abhishek Singhvi (@DrAMSinghvi) March 4, 2021
Others don't get raided because unhone kuch din guzaare Gujarat me.
અભિષેક મનુ સિંઘવીનો PM સામે પ્રહાર
અભિષેક મનુ સિંઘવીએ ટ્વીટરની મદદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન તાક્યું હતું. સિંઘવીએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘સરકાર વિરૂદ્ધ બોલનારા બોલિવુડના કેટલાક કલાકારોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા. અન્ય લોકોના ત્યાં દરોડા નથી પડતા, કારણ કે તેમણે થોડા દિવસો ગુજરાતમાં વિતાવેલા છે.’
ઉદિત રાજનો વાણી સ્વાતંત્રને લઈ સવાલ
કોંગ્રેસી નેતા ઉદિત રાજે ઈડી, આઈટી અને સીબીઆઈ હવે ભાજપની એજન્સીઓ હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ આ એજન્સીઓ પોતાના મુખ્ય કામથી વિમુખ થઈને સરકાર વિરૂદ્ધ બોલનારા સામે કાર્યવાહી કરે છે તેમ કહ્યું હતું. રાજના કહેવા પ્રમાણે ઈડી અને આઈટી વિભાગનો ફક્ત દુરૂપયોગ જ થઈ રહ્યો છે. મોદી રાજમાં સાચું બોલવાની સજા મળે છે અને ડરાવવા-ધમકાવવાનું કામ થાય છે. સાથે જ તેમણે સુપ્રીમ કોર્ટને ઉદ્દેશીને વાણી સ્વાતંત્ર્ય ક્યાં છે તેવો સવાલ કર્યો હતો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31