Last Updated on March 4, 2021 by
મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં યુ.કે, યુરોપ, મિડલ ઇસ્ટ અને સાઉથ આફ્રિકા તેમજ બ્રાઝિલથી આવતા વિદેશી પ્રવાસીને કોરોના ટેસ્ટ નેગેટીવ હશે તો પણ તેને સાત દિવસ ફરજિયાત ક્વોરન્ટીન થવું પડશે. આ પ્રવાસીઓનો કોરોનાનો આર.ટી. પી.સી.આર આ ટેસ્ટ કરવો ફરજિયાત રહેશે. જો પ્રવાસી નેગેટીવ હશે તો તેને સાત દિવસ હોટેલમાં ક્વોરન્ટીન કરાશે. જ્યારે પોઝીટીવ પ્રવાસીને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરાશે. આ તમામ ખર્ચ પ્રવાસીઓને ભોગવવો પડશે.
આ લોકોએ 7 દિવસ રહેવુ પડશે ક્વોરંટિન
મહારાષ્ટ્રના જે વિસ્તારમાં રહેનારો વિદેશી પ્રવાસને ત્યાં સાત દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે એવો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો રોગચાળા ફરી માથુ ઉચકતા દરરોજ દરદીઓની સંખ્યામાં ધરખમ વધારો થતો હોવાથી રાજ્યનો આરોગ્ય વિભાગ અવઢવમાં મૂકાઇ ગયો છે.
આજે રાજ્યમાં કોરોનાના નવા ૯૮૫૫ કેસ નોંધાયા હતા અને ૪૨ દરદીના મોત થયા હતા. આથી કોરોના ગ્રસ્તોની સંખ્યા વધીને ૨૧ લાખ ૭૯ હજાર ૧૭૫ થઇ છે અને મરણાંકની સંખ્યા વધીને ૫૨૨૮૦ થઇ છે. જ્યારે રાજ્યમાં કોરોનાના ૮૨,૩૪૩ દરદી સક્રીય છે. તેઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
મહારાષ્ટ્રમાં ચિંતાજનક સ્થિતિ
મહારાષ્ટ્રમાં આજે ૩૫૫૯ દરદી સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. આથી આજ દિન સુધી ૨૦ લાખ ૪૩ હજાર ૩૪૯ દરદી કોરોનાથી મુક્ત થયા છે. એટલે કે રિકવરીનું પ્રમાણ ૯૩.૭૭ ટકા છે. રાજ્યમાં હાલમાં રિકવરીનું પ્રમાણ બે ટકા ઘટી ગયું છે.
રાજ્યમાં હાલમાં ૩,૬૦,૫૦૦ દરદી હોમ ક્વોરન્ટીન કરાયા છે. અને ૩૭૦૧ સંસ્થાત્મક ક્વોરન્ટીન કરાયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. મુંબઇમાં કોરોનાના નવા ૧૧૨૧ કેસ નોંધાયા છે અને ૬ દરદીના મોત થયા હતા. આથી મુંબઇમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૩,૨૮,૭૪૦ થઇ છે. જ્યારે મરણાંકની સંખ્યા ૧૧,૪૮૨ થઇ છે. આજે મુંબઇમાં ૭૩૪ દરદીઓ સાજા થતા હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. આથી અત્યાર સુધી કોરોના ૩૦૬૩૭૩ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. જ્યારે કોરોના ૧૦,૦૧૦ દરદી સક્રીય છે. તેઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31