GSTV
Gujarat Government Advertisement

ફાયદો/ આ છે Bank Of Barodaની પૈસા ડબલ કરનારી સ્કીમ, 1000 રૂપિયાના રોકાણથી થઇ જાઓ ભવિષ્ય માટે નિશ્વિંત

એકાઉન્ટ

Last Updated on March 4, 2021 by

પૈસાના રોકાણ માટે આપણે શ્રેષ્ઠ વિકલ્પ શોધીએ છીએ. રોકાણ માટે, આપણને એવો પ્લાન જોઈએ છે જેમાં આપણા રૂપિયા સલામત રહે અને આપણને તેનાથી લાભ પણ મળે. જો તમે સુરક્ષિત રોકાણ માટે વિચારી રહ્યા છો, તો પછી તમે બેંક ઑફ બરોડાની ‘કિસાન વિકાસ પત્ર’ યોજનામાં રોકાણ કરી શકો છો. આ યોજના દેશની પોસ્ટ ઑફિસ અને બેંકોમાં ચાલે છે. તેમાંથી જ એક નામ છે, બેંક ઑફ બરોડાનું જે ઇ-કિસાન વિકાસ પત્ર યોજના ચલાવે છે. તે નાની બચતનું એક સાધન છે જે તમને લાંબા સમય માટે બચત યોજનામાં રોકાણ કરવાની સુવિધા આપે છે.

તે એક લોકપ્રિય રોકાણનું સાધન છે જે ઓછા જોખમ અને નિશ્વિત વળતરની બાંયધરી આપે છે. કિસાન વિકાસ પત્ર પર 6.9 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. જે 1 જાન્યુઆરી 2021 થી 31 માર્ચ 2021 સુધી ચાલુ રહે છે. ભારત સરકાર દર ત્રણ મહિને ઈ-કેવીપીના વ્યાજ દરમાં સુધારો કરે છે.

કિસાન વિકાસ પત્ર વિશે જાણો

કિસાન વિકાસ પત્ર એક લૉન્ગ ટર્મ અને વન ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે. આમાં, તમારા પૈસા એક નિશ્ચિત સમયગાળામાં બમણા થાય છે. કિસાન વિકાસ પત્ર દેશની તમામ પોસ્ટ ઑફિસ અને મોટી બેંકોમાં ઉપલબ્ધ છે.

એકસાથે રોકાણના 124 મહિના પછી, રોકાણકારને ડબલ વળતર આપવામાં આવે છે. આમાં લઘુતમ રોકાણ 1000 રૂપિયા છે. રોકાણની મહત્તમ મર્યાદા નથી. આ એક ખૂબ જ સુરક્ષિત રોકાણ છે, કારણ કે પોસ્ટ ઑફિસ યોજનાઓ પર સરકારની બાંયધરી છે.

કિસાન વિકાસ પત્ર (કેવીપી) સર્ટિફિકેટના રૂપમાં રોકાણ કરે છે. તેમાં 1000 રૂપિયા, 5000 રૂપિયા, 10,000 રૂપિયા અને 50,000 રૂપિયા સુધીનાં સર્ટિફિકેટ છે, જે ખરીદી શકાય છે.

અઢી વર્ષનો છે લૉક-ઇન પીરિયડ

બેંક ઑફ બરોડા દ્વારા સંચાલિત ઇ-કિસાન વિકાસ પત્ર યોજનાનો લૉક ઇન 2 વર્ષ 6 મહિનાનો છે. આ યોજનાને લૉક ઇન પીરિયડ પહેલાં પણ બંધ કરાવી શકાય છે, પરંતુ તેના માટે કેટલીક શરતો છે.

જો તમારી પાસે જોઇન્ટ એકાઉન્ટ છે, તો એકાઉન્ટ ધારકમાં કોઈના મૃત્યુની સ્થિતિમાં તેને બંધ કરી શકો છો. જો કોઈ ગેઝેટેડ સરકારી અધિકારી યોજના બંધ કરવા લેખિતમાં લખાણ આપે તો તે બંધ થઈ શકે છે. જો કોર્ટ આદેશ આપે તો આ યોજના બંધ કરી શકાય છે.

આ દસ્તાવેજોની પડશે જરૂર

મની લોન્ડ્રિંગનું જોખમ ન થાય તે માટે સરકારે 50 હજાર રૂપિયાથી વધુના રોકાણ પર પાનકાર્ડ આપવાનું ફરજિયાત બનાવ્યું છે. જો તમે 10 લાખ રૂપિયા જમા કરાવો છો, તો આવકનો પુરાવો બતાવવા માટે, તમારે સેલરી સ્લીપ, બેંક સ્ટેટમેન્ટ, આઇટીઆર પેપર સબમિટ કરવું પડશે. આ યોજનામાં ઓળખ કાર્ડ માટે આધારકાર્ડ આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

હિન્દુ સંયુક્ત કુટુંબ અથવા એચયુએફ અને એનઆરઆઈ આ યોજનામાં રોકાણ કરી શકતા નથી, પરંતુ ટ્રસ્ટને છૂટ છે. જો કે, તેમાં કોઈ ટેક્સ છૂટ નથી અને 80 સીની જોગવાઈ તેના પર લાગુ નથી. એટલે કે, તમને જે વળતર મળશે તે પર તમારે ટેક્સ ભરવો પડશે. તેમાં રોકાણ પર ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે.

રોકાણ

ખરીદી કરવાની ત્રણ રીત છે

સિંગલ હોલ્ડર ટાઇપ સર્ટિફિકેટ: આ પ્રકારનું સર્ટિફિકેટ પોતાના માટે અથવા સગીર માટે ખરીદવામાં આવે છે.

જોઇન્ટ A એકાઉન્ટ સર્ટિફિકેટ: તે બે પુખ્ત વયના લોકોને જોઇન્ટ રૂપે આપવામાં આવે છે. બંને ધારકોને ચૂકવણી કરવામાં આવે છે, અથવા જે જીવંત છે.

જોઇન્ટ B એકાઉન્ટ સર્ટિફિકેટ: તેને બે પુખ્ત વયના લોકોને જોઇન્ટ રૂપે જારી કરવામાં આવે છે. અથવા તો કોઇ એકને ચૂકવાય છે અથવા તો જે જીવંત છે.

ફાયદા જાણો

આ યોજના પર ગેરેન્ટીડ વળતર આપવામાં આવે છે, તેને બજારના ઉતાર ચડાવ સાથે કોઈ લેવાદેવા નથી, તેથી તે રોકાણનું એક ખૂબ જ સલામત માધ્યમ છે. તમને પીરિયડ સમાપ્ત થયા પછી સંપૂર્ણ રકમ મળે છે

આવકવેરાની કલમ 80 સી હેઠળ કોઈ કરમાંથી છૂટ નથી મળતી. તેના પર વળતર સંપૂર્ણ કરપાત્ર છે. મેચ્યોરિટી પછી ઉપાડ પર કોઈ ટેક્સ લાગતો નથી.

મેચ્યોરિટી પર, એટલે કે, 124 મહિના પછી, તમે રકમ પાછો ઉપાડી શકો છો, પરંતુ તેનો લૉક-ઇન પીરિયડ 30 મહિનાનો છે. આ પહેલાં તમે યોજનામાંથી પૈસા ઉપાડી શકતા નથી, સિવાય ખાતાધારકનું મૃત્યુ થાય અથવા કોર્ટનો આદેશ હોય.

તમે કિસાન વિકાસ પત્રને કોલેટરલ અથવા સિક્યોરિટી તરીકે રાખી લોન પણ લઈ શકો છો.

રોકાણ

કિસાન વિકાસ પત્રમાં ખાતું કેવી રીતે ખોલવું

તમે કોઈપણ પોસ્ટ ઑફિસમાં જઈને ફોર્મ ભરીને ખાતું ખોલી શકો છો. ફોર્મ ઑનલાઇન પણ ડાઉનલોડ કરી શકાય છે. ફોર્મ પર ઉમેદવારનું સંપૂર્ણ નામ, જન્મ તારીખ અને સરનામું લખવું જોઈએ.

ફોર્મમાં પરચેઝ અમાઉંટની માત્રા સ્પષ્ટ લખવી જોઈએ. કેવીપી ફોર્મની રકમ ચેક અથવા રોકડ દ્વારા ચૂકવી શકાય છે.

જો તમે ચેક દ્વારા ચુકવણી કરી રહ્યા છો, તો ફોર્મ પર ચેક નંબરની માહિતી લખો, કેવીપી સિંગલ અથવા જોઇન્ટ અથવા સંયુક્ત બીસભ્યપદ,  કયા આધારે ખરીદવામાં આવી રહ્યું છે.

જોઇન્ટમાં ખરીદી પર બંને લાભાર્થીઓના નામ લખો. જો લાભાર્થી સગીર હોય તો, જન્મ તારીખ, માતાપિતાનું નામ લખો. ફોર્મ સબમિટ કરવા પર લાભાર્થીનું નામ, પાકતી તારીખ અને પાકતી રકમ સાથે કિસાન વિકાસ પ્રમાણપત્ર આપવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો