GSTV
Gujarat Government Advertisement

T-20 / વેસ્ટ ઇન્ડિઝના આ ધાકડ બેટ્સમેને 1 ઓવરમાં ફટકારી 6 સિક્સર, વીડિયો જોઇને યુવરાજ સિંહની યાદ આવી જશે

વેસ્ટ ઇન્ડિઝ

Last Updated on March 4, 2021 by

વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન કિરોન પોલાર્ડે કમાલ કરી દેખાડી છે. 33 વર્ષના આ કેરેબિયન ધુરંધરે એંટીગામાં શ્રીલંકાની સામે પ્રથમ ટી-20 ઇંટરનેશનલમાં એક ઓવરમાં 6 સિક્સર ફટકારવાનું કારનામુ કર્યુ છે. પોલાર્ડ આ ઉપલબ્ધિ હાંસેલ કરનારન ટી-20 ઇન્ટરનેશનલના ઇતિહાસમાં ફક્ત બીજો બેટ્સમેન બન્યો. સૌથી પહેલા આ સિદ્ધી ભારતના યુવરાજ સિંહે હાંસેલ કરી હતી. તેણે 2007ના ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ઇંગ્લેન્ડ સામે એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. ત્યારે આ ભારતીય ઑલરાઉન્ડરે ગ્રુપ મેચ દરમિયાન સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 36 રન લૂંટ્યા હતાં.

પોલાર્ડે અકિલા ધનંજયની એક ઓવરમાં 6 સિક્સર ફટકારી

વેસ્ટઇન્ડીઝના કેપ્ટન પોલાર્ડે અકિલા ધનંજયની એક ઓવરમાં 6 સિક્સર ફટકારી, જેણે તે ઇનિંગમાં હેટ્રિક લીધી હતી. રસપ્રદ વાત એ રહી કે તેણે સતત ત્રણ બોલ પર ઇવિન લુઇસ, ક્રિસ ગેલ અને નિકોલર પૂરનને આઉટ કર્યો હતો.

ઇનિંગની છઠ્ઠી ઓવરમાં પોલાર્ડે 6 સિક્સર મારી. તે અંતે 11 બોલમાં 38 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. સતત છ સિક્સર આપ્યા પહેલા ધનંજયે પોતાની ગત ઓવરમાં હેટ્રિક લીધી હતી પરંતુ તે બાદ પોલાર્ડ ક્રીઝ પર ઉતર્યો અને તે શ્રીલંકન સ્પિનર પર હુમલો કર્યો.

પોલાર્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં છ સિક્સર ફટકારનાર તે ત્રીજો બેટ્સમેન છે. સાઉથ આફ્રીકાના હર્શલ ગિબ્સે 2007ની વન ડે વર્લ્ડ કપમાં એક ઓવરમાં 36 રન બનાવીને તેણે સૌથી પહેલા આ ઉપલબ્ધિ હાંસેલ કરી હતી. ગિબ્સે નેધરલેંડના બોલર ડેન વેન બંજની ઓવરના તમામ 6 બોલ પર સિક્સર ફટકારી હતી.

મેચની અપડેટ્સ

મેચની વાત કરીએ તો શ્રીલંકાએ ટૉસ હારીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરોમાં 9 વિકેટ પર 131 રન બનાવ્યા. જવાબમાં વેસ્ટઇંડીઝને સારી શરૂઆત મળી, લેંડલ સિમંસ અને ઇવિન લુઇસે મળીને પહેલી વિકેટ માટે 52 રનોની પાર્ટનરશિપ કરી.

ચોથી ઓવરમાં ધનંજયે હેટ્રિક લઇને શ્રીલંકાને મેચમાં વાપસી કરાવી પરંતુ કીરોન પોલાર્ડ અને જેસન હોલ્ડરે તેના મનસૂબા પર પાણી ફેરવી દીધુ. વેસ્ટઇંડીઝે 13.1 ઓવરમાં છ વિકેટ પર 132 રન બનાવીને મેચ જીતી લીધી.

પોલાર્ડના આ પ્રદર્શનથી તેની આઇપીએલ ટીમ મુંબઇ ઇન્ડયન્સ પણ ખુશ હશે. 2010થી જ પોલાર્ડ મુંબઇ ઇન્ડિયન્સનો હિસ્સો છે.

આઇપીએલ પહેલા પોલાર્ડનું આવા ફોર્મમાં હોવુ વિરોધી ટીમો માટે ચિંતાનો વિષય છે. પોલાર્ડે આઇપીએલમાં 164 મેચોમાં 3023 રન બનાવ્યા છે. જેમાં 15 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 149.87 રહ્યો છે. સાથે જ પોલાર્ડે બોલિંગમાં કમાલ દેખાડતાં અત્યાર સુધી 60 વિકેટ ઝડપી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો