Last Updated on March 4, 2021 by
લોકો હંમેશા રોકાણના સારા માધ્યમોની તલાસ કરતા રહે છે. સુરક્ષિત રોકાણ માટે લોકો હંમેશા બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ તરફ આકર્ષિત થાય છે. એફડીથી મળવા વાળું રિટર્ન પહેલાથી જ નક્કી થઇ જાય છે. એ ઉપરાંત શેર માર્કેટમાં પણ લોકો રોકાણ કરે છે, જોકે શેર માર્કેટ રિસ્કથી ભરેલું છે અને દરેક વ્યક્તિ શેર માર્કેટ સમજી સકતા નથી,જેના કારણે લોકો શેર માર્કેટમાં રોકાણ વધુ કરતા નથી. ત્યાં જ સોના-ચાંદીમાં લોકોને રોકાણ માટે ઘણું આકર્ષિત કરે છે. સોનુ સતત સારું રિટર્ન આપે છે, જો સોનુ ખરીદવાનો ઉદ્દેશ માત્ર રોકાણ છે તો ખરીદવાથી સારો સોનના અન્ય વિકલ્પ ઇન્વેસ્ટમેન્ટ કરવું ફાયદાનો સોદો છે. સોનાની જવેલરી સોનાની બિસ્કિટ ખરીદવાથી સારું રોકાણ માટે ગોલ્ડ બોન્ડ અથવા ડિજિટલ ગોલ્ડમાં ફાયદો મળે છે.
ગોલ્ડ બોન્ડ
દેશમાં કેન્દ્ર સરકાર સોવરેન ગોલ્ડ સ્કીમ ચલાવે છે. આ યોજના હેઠળ સામાન્ય જનતા સોનામાં રોકાણ કરી શકે છે. આ યોજના દ્વારા સરકાર સોનાની ભૌતિકી રૂપથી માંગમાં કમી લાવવા કોશિશ કરી રહી છે. ત્યાં જ ગોલ્ડ બોન્ડનો ફાયદો એ છે કે સરકારી ગોલ્ડની કિંમત બજારમાં ચાલી રહેલ સોનાના ભાવથી ઓછી હોય છે. સાથે જ એના પર ટેક્સની છૂટ મળે છે. આ સ્કીમમાં કોઈ પ્રકરની છેતરપિંડી અને અસુધ્ધતાની સંભાવના હોતી નથી.
ત્યાં જ આ બોન્ડ આઠ વર્ષમાં મેચ્યોર થાય છે. આઠ વર્ષ પછી પૈસાનો ઉપાડ કરવામાં આવે છે . ત્યાં જ પાંચ વર્ષ પછી આ સ્કીમથી પૈસા ઉપાડવાનો વિકલ્પ હોય છે. એની સાથે આ સ્કીમ દ્વારા બેન્કથી લોન પણ લઇ શકાય છે. ત્યાં જ ગોલ્ડ બોન્ડ ખરીદવા પર જીએસટી પણ લાગતો નથી.
ડિજિટલ ગોલ્ડ
વર્તમાન સમય ડિજિટલનો છે બજારમાં ડિજિટલ ગોલ્ડ પણ મળી રહ્યું છે. રોકાણ માટે ડિજિટલ ગોલ્ડ પણ ફાયદાનો સોદો છે. લોકોને ડિજિટલ ગોલ્ડમાં સારું રિટર્ન મળે છે. ડિજિટલ ગોલ્ડ જવેલર્સ અથવા ડીલર ઘણા પ્રકારના ઘણા પ્લેટફોર્મ દ્વારા વેચે છે. ત્યાં જ એમાં પેટીએમ, એમેઝોન-પે, ફોન-પે જેવા વોલેટ અને રોકાણના અન્ય પ્લેટફોર્મ જેવા કે કુવેરા, ગ્રો અને સ્ટોક બ્રોકર્સ સામેલ છે. એના માધ્યમથી ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી શકાય છે. ડિજિટલ ગોલ્ડમાં જયારે ઈચ્છો ત્યારે રોકાણ કરી શકો છો અને જયારે ઈચ્ચો ત્યારે વેચી શકો છો. ત્યાં જ ડિજિટલ ગોલ્ડ ખરીદવા માટે ઇન્ટરનેટ અને નેટબેન્કિંગની જરૂરત રહે છે.
ક્યાં થશે વધુ ફાયદો ?
કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવતી સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમનો એક ફાયદો એ છે કે આ બોન્ડ સોના બજાર ભાવથી ઓછી કિંમતમાં મળે છે. આનો બીજો સૌથી મોટો ફાયદો છે કે આ સ્કીમમાં પૈસા લગાવવા પર જીએસટી નહિ ચૂકવવો પડે. જયારે સોનાના સિક્કા અને જવેલરી ખરીદવા પર જીએસટી લાગે છે. ત્યાં જ ડિજિટલ ગોલ્ડ ખરીદતી સમયે 3% જીએસટી ચુકવવાનો હોય છે. જીએસટી ચૂકવવાથી રોકાણનો ખર્ચ વધી જાય છે.
ત્યાં જ ડિજિટલ ગોલ્ડ જયારે વેચાય છે તો લોન્ગ ટર્મ કેપિટલ ગેન પર ફિઝિકલ ગોલ્ડ અથવા ગોલ્ડ મ્યુચુઅલ ફંડ્સ/ગોલ્ડ ઇટીએફ હેઠળ જ ટેક્સ આપવાનો બને છે. એનો મતલબ છે કે ઈજીટલ ગોલ્ડ પર ટેક્સ પ્લસ સેસ અને સરચાર્જ ચૂકવવો પડે છે. જેનો ફાયદો ઘટી જાય છે. ત્યાં જ ડિજિટલ ગોલ્ડન એલાઈ સત્તાવાર રીતે ઓફિશિયલ રેગ્યુલેટરી સંસ્થા નથી, જયારે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ કેન્દ્ર સરકાર હેઠળ કામ કરે છે. એવામાં સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ ફાયદાના લિહજે સારો વિકલ્પ છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31