Last Updated on March 4, 2021 by
હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન(HDFC)એ ઘર ખરીદવા માંગતા લોકોને ખુશખબરી ખપી છે. બેંકે હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંકે પોતાના ગ્રાહકો માટે આવાસ ઋણ વ્યાજ દરમાં 5 બેસિસ પોઇન્ટ એટલે 0.05% ઘટાડો કર્યો છે. બેન્ક તરફથી સ્ટોક એક્સચેંજને આપવામાં આવેલી જાણકારી મુજબ 5 બેસિસ પોઇન્ટમાં કરેલ ઘટાડો 4 માર્ચ 2021થી પ્રભાવી થશે. આ ઘટાડા પછી આવાસ ઋણ 6.75% વ્યાજ પણ ઉપલબ્ધ થશે. મતલબ કે હવે બેન્કથી હોમલોન લઇ ઘર ખરીદવા વાળા લોકોનું ઘર સસ્તું પડશે, કારણ કે હોમ લોન પર વ્યાજ ઓછું થઇ ગયું છે.
આ ફેરફારનો ફાયદો તમામ વર્તમાન HDFC રિટેલ હોમ લોન ગ્રાહકોને મળશે. ઘટાડા પહેલા હોમ લોનનો વ્યાજ દર 6.80% હતો બિવેનક તરફથી સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે HDFCએ આવાસ ઋણ પર પોતાની ખુદરા મુખ્ય ઋણ રેટ એટલે RPLRમાં 0.05%નો ઘટાડો કર્યો છે. જે 4 માર્ચથી પ્રભાવી થશે. RPLR પર જ કંપની સમાયોજીત દર વાળા વાળા આવાસ ઋણ બેન્ચમાર્ક છે.
એસબીઆઈ અને કોટકએ પણ ઘટાડ્યો વ્યાજ દર
હાલમાં એસબીઆઈ અને કોટક મહિન્દ્રા બેંકે પણ હોમ લોનનો વ્યાજ દર ઘટાડ્યો છે. બેનને બેંકે જે ઘટાડો કર્યો એ એક ઓફર હેઠળ થોડા સમય માટે છે. સ્ટેટ બેન્કનો ઇંટ્રેસ્ટ રેટ મિનિમમ 6.70% પર પહોંચી ગયો છે. ત્યાર પછી કોટક મહિન્દ્રા બેંકે પણ ઇંટ્રેસ્ટ રેટમાં 10 બેસીસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. કોટક મહિન્દ્રાનો ઇંટ્રેસ્ટ રેટ 6.65% છે. જો કે છૂટનો ફાયદો માત્ર 31 માર્ચ સુધી જ ઉઠાવી શકો છો.
કોટક મહિન્દ્રાનો વ્યાજ દર
કોટક મહિન્દ્રા બેન્કએ હોમ લોન વ્યાજમાં 0.10% ઘટાડો કર્યો છે. સીમિત સમય માટે આ ઘટાડા પછી વ્યાજ દર 6.65% પર આવી ગઈ છે. આ ઘટાડા સાથે બેન્કનો દાવો છે કે સૌથી ઓછા વ્યાજ પર હોમ લોન ઉપલબ્ધ કરાવશે. બેંકે એક નિવેદનમાં કહ્યું કે વિશેષ રજૂઆત હેઠળ ગ્રાહક 31 માર્ચ સુધી 6.65% પર લોન લઈ શકે છે. આ નિયમ હોમ લોન અને બેલેન્સ ટ્રાન્સફર બંને પણ લાગુ થાય છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31