GSTV
Gujarat Government Advertisement

હેલ્થ: ગરમીમાં પુરૂષોએ અવશ્ય કરવુ જોઈએ સ્ટ્રોબરીનું સેવન, આટલા ફાયદા જાણ્યા પછી આજે કરી દો ખાવાનું ચાલું

Last Updated on March 3, 2021 by

પુરૂષો આમ તો ગરમીમાં પોતાની તબિયતને લઈને ખાસ ધ્યાન રાખતા હોય છે. કારણ કે, આજકાલ ભાગદોડવાળી જિંદગીમાં તબિયતનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. ત્યારે આવા સમયે અમે અહીં આપને એક ફળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ગરમીમાં જેનુ સેવન કરવાથી પુરૂષોને ખૂબ ફાયદો મળે છે. એટલુ જ નહીં, આ ફળ ખાવાથી આપને કેટલીય બિમારીઓથી રાહત પણ મળશે. અમે અહીં વાત કરી રહ્યા છીએ સ્ટ્રોબરી વિશે. જી હા…ગરમીમાં પુરૂષો એ સ્ટ્રોબરીનું સેવન અવશ્ય કરવું જોઈએ.

બ્લડ સુગર લેવલ કંટ્રોલ રાખે છે સ્ટ્રોબરી

સ્ટ્રોબરી ખાવાથી શરીરમાં બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આ વાત વૈજ્ઞાનિકોના અધ્યયનમાં સામે આવી છે. જેમાં કહેવાયુ છે કે, સ્ટ્રોબરી ખાવાથી શરીરનું બ્લેડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે, એટલા માટે ગરમીમાં પુરૂષોએ સ્ટ્રોબરી ખાવી જોઈએ.

કેન્સર જેવી બિમારીઓથી પણ રાખશે સુરક્ષિત

સ્ટ્રોબરીનું સેવન કરવાથી આપને કેન્સર જેવી ગંભીર બિમારીઓથી પણ ખુદને સુરક્ષિત રાખશે. હકીકતમાં જોઈએ તો, સ્ટ્રોબરીમાં કેન્સર સેલ્સ નષ્ટ કરવાના ગુણો મળી આવે છે. એટલા માટે આ ફળને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ જ કારણ કે, પુરૂષોને સ્ટ્રોબરી ખાવાની સલાહ આપવામાં આવે છે, જે તમને બિમારીઓથી સુરક્ષિત રાખશે.

સ્ટ્રોબરીથી દૂર થાય છે સ્ટ્રેસ

પુરૂષોમાં સ્ટ્રેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. તણાવની સમસ્યાથી કેટલીય બિમારી આવી શકે છે. પણ શું તમે જાણો છો કે, સ્ટ્રોબરીનું સેવન કરવાથી આપને સ્ટ્રેસ વધશે નહીં. સ્ટ્રોબરીમાં સ્ટ્રેસ ઓછુ કરવાનો ગુણ રહેલો છે. એટલા માટે પુરૂષોએ પોતાનું સ્ટ્રેસ ઓછુ કરવા માટે સ્ટ્રોબરીનું સેવન જરૂર કરવુ જોઈએ. જે તમને સ્વસ્થ રહેવા માટે મદદ કરશે.

હાર્ટ પ્રોબ્લેમ નહીં આવે


હાર્ટ પ્રોબ્લેમથી સુરક્ષિત રાખવા માટે આપને સ્ટ્રોબરીનું નિયમીત રીતે સેવન કરવુ જોઈએ. કારણ કે, સ્ટ્રોબરી ખાવાથી શરીરમાં કાર્ડિયોપ્રોટેક્ટિવ એક્ટિવિટી બને છે. જેનાથી હાર્ટ પ્રોબ્લેમની પરેશાની પણ થતી નથી. જો તમે પણ નિયમિત રીતે સ્ટ્રોબરીનુંસ સેવન કરતા હોવ તો આપ કેટલીય બિમારીઓથી સુરક્ષિત રહી શકો છો.

શરીરમાં એનર્જી રહેશે

ગરમીની સિઝનમાં પુરૂષોને સ્ટ્રોબરીનું સેવન કરવાની સલાહ એટલા માટે આપવામાં આવે છે કે, કારણ કે, તેનાથી ડિહાઈડ્રેશનની સમસ્યાથી છૂટકારો મળે છે. સ્ટ્રોબરીનુ સેવન કરવાથી શરીરમાં એનર્જી બની રહે છે. જે આપને ગરમીમાં એનર્જિટિક બનાવી રાખે છે. આમ પુરૂષોએ આટલા ફાયદા જોતા ગરમીની સિઝનમાં ચોક્કસપણે સ્ટ્રોબરીનું સેવન કરવુ જોઈએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો