Last Updated on March 3, 2021 by
ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ માટે તૈયાર છે. અમદવાદમાં રમાયેલી ડે-નાઈટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ ટીમ માત્ર બે જ દિવસમાં હારી હતી. ચોથી ટેસ્ટ પણ અમદાવાદમાં જ રમાશે. ત્રીજી ટેસ્ટમાં 10 વિકેટથી જીત બાદ ટીમ ઈન્ડિયા ચાર ટેસ્ટની સીરિઝમાં 2-1થી લીડ કરી રહી છે.
હેટ્રીકનો લક્ષ્યાંક
ટીમ ઈન્ડિયાનો ટાર્ગેટ જીતની હેટ્રિકનો છે તો ઈંગ્લેન્ડ ટીમ સામે સીરિઝ બચાવવાનો પડકાર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપન ફાઈનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાને મીનિમમ ડ્રો રિઝલ્ટની જરૂર છે. જો ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી અથવા તો ટીમ ઈન્ડિયા જીતશે તો ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે.
ફાઈનલમાં થશે ફેરફાર
જ્યારે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્ઝમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમશે. ચોથી ટેસ્ટમાં બંને ટીમમાં ફેરફાર થશે. બુમરાહ લગ્ન હોવાથી ચોથી ટેસ્ટ નહીં રમે. બુમરાહના સ્થાને મોહમ્મદ શિરાજ અથવા ઉમેશ યાદવ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થશે. તો બીજી તરફ ઈંગ્લેન્ડ ટીમને ડે-નાઈટ ટેસ્ટમાં એક સ્પિનર સાથે ઉતરવાની ભૂલ ભારે પડી હતી ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ જેક લીચ સાથે બેસને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે. ચોથી ટેસ્ટ મોટેરાની કાળી માટીની વિકેટ પર રમાશે અને સંભવત ચોથી ટેસ્ટની વિકેટ ટર્નિંગ ટ્રેક જ રહેશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31