GSTV
Gujarat Government Advertisement

પોલીસની શરમજનક કરતૂત: હોસ્ટેલમાં છોકરીઓને કપડા ઉતરાવી ડાંસ કરવા મજબૂર કરી, ગૃહમંત્રીએ આપ્યા તપાસના આદેશ

Last Updated on March 3, 2021 by

મહારાષ્ટ્ર પોલીસના જવાનો પર હોસ્ટેલમાં છોકરીઓ સાથે અભદ્રતા કરવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે, જલગાવની એક હોસ્ટેલમાં પોલીસે છોકરીઓના કપડા ઉતરાવીને ડાંસ કરવા માટે મજબૂર કરી હતી. આ મામલો ત્યારે સામે આવ્યો હતો, જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યએ આ મામલે નીચલા ગૃહમાં ઉઠાવ્યો હતો. બુલઢાના ચિખલી વિધાનસભા સીટના ધારાસભ્ય સ્વેતા મહાલેએ સૌથી પહેલા આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ મામલે સ્થાનિક સરકારી સંસ્થાએ મંગળવારે જિલ્લા કલેક્ટરે પાસે આ મુદ્દો ઉઠાવ્યો હતો.

ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ મુદ્દો ઉઠાવ્યો

આ બાજૂ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનું કહેવુ છે કે, આ પ્રકારની પોલીસ હરકતો સામે આવતા સમગ્ર રાજ્યની બદનામી થઈ રહી છે. જેના પર મહિલાઓની સુરક્ષાની જવાબદારી હોય છે, એ લોકો જ શૈતાન બની ગયા. અમે આ મામલે ગંભીર કાર્યવાહીની માગ કરી રહ્યા છીએ.

ગૃહમાં મુદ્દો ઉઠાવનારા ભાજપના ધારાસભ્ય

ગૃહમંત્રીએ આપ્યા તપાસના આદેશ

આ બાજૂ ભારે હોબાળો થતાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે તપાસના આદેશ આપ્યા છે. ભાજપ દ્વારા ઉઠાવામાં આવેલા આ મુદ્દા પર પ્રતિક્રિયા આપતા અનિલ દેશમુખે કહ્યુ હતું કે, આ મામલે તપાસ કરવા માટે 4 સભ્યોની ટીમ બનાવીમાં આવી છે. આ કમિટી બે દિવસની અંદર પોતાનો રિપોર્ટ સોંપશે. આપને જણાવી દઈએ કે, આ હોસ્ટેલમાં નિરાશ્રિત અને પ્રતાડિત થયેલી મહિલાઓ અને છોકરીઓને રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો