Last Updated on March 3, 2021 by
આમ આદમી પાર્ટી ધીમે ધીમે દેશની રાજધાની દિલ્હીથી બહાર આગળ વધી રહી છે. આમ આદમી પાર્ટીનો આ વિસ્તાર એવા સમયે થઇ રહ્યો છે કે, જ્યારે ભાજપની સામે વિપક્ષને લઇને સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં આપની ધમાકેદાર એન્ટ્રી
આમ આદમી પાર્ટીએ પહેલા પંજાબની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ત્યારબાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાનદાર એન્ટ્રી મારી છે. જે બાદ દિલ્હી મહાનગરપાલિકાની પેટાચૂંટણીમાં પણ અન્ય પક્ષોને પછાડીને ટોચની પાર્ટી તરીકે સામે આવી છે.
આપના આલોચકોને સણસણતો તમાચો
આમ આદમી પાર્ટીને દિલ્હી સુધી જ સિમિત ગણાવીને દરેક વખતે નકારી દેવામાં આવી રહી હતી. આપની આ જીત ભલે અમુક બેઠકો પર થઇ હોય. પરંતુ પાર્ટીએ જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાનો પગદંડો જમાવ્યો છે. તેનાથી અન્ય પક્ષોના ટેન્શન વધવાના છે. આપની ગુજરાતમાં એન્ટ્રીથી ઘણા રાજકીય સમીકરણો પણ બદલાઇ શકે છે.
દિલ્હી બહાર આપનો જલવો
એવું નથી કે આમ આદમી પાર્ટી પહેલી વખત દિલ્હીની બહાર ચૂંટણી લડી હોય. દિલ્હીની બહાર અગાઉ પણ ઘણા રાજ્યોમાં પાર્ટી ચૂંટણી લડી ચુકી છે. પરંતુ તેમાં પાર્ટીને ફાવતા પરિણામો ન મળ્યા. જેથી ગણગણાટ શરૂ થઇ ગયો હતો કે આમ આદમી પાર્ટી માત્ર દિલ્હી સુધી જ સિમિત રહેશે. દિલ્હી સહિત આપના અન્ય નેતાઓને પણ તે વાતની ખબર પડી ગઇ કે ચૂંટણી લડવાની સાથે સાથે પાર્ટીએ અન્ય રાજ્યોમાં પણ બેઝ બનાવવો પડશે.
આમ આદમી પાર્ટીએ રણનીતિમાં કર્યો મોટો ફેરફાર
પોતાના અગાઉના અનુભવોને જોતા આમ આદમી પાર્ટીએ પોતાની રણનીતિમાં થોડો ફેરફાર કર્યો અને તે ચૂંટણીથી તે બેઠકો પર એન્ટ્રી કરી કે જ્યાં પાર્ટીને સૌથી વધુ મજબૂતી મળી શકે છે. જેમાં સુરત પાર્ટીના ગુજરાત પ્રવેશનું દ્વાર બન્યું છે. અહીં કોંગ્રેસને પાછળ રાખીને આમ આદમી પાર્ટીએ વિપક્ષની ભૂમિકા પડાવી લીધી. ઉપરાંત નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ કેટલીક બેઠકો પર જીત મેળવી.
ભાજપના કબ્જાવાળી બેઠકો પણ આંચકી રહ્યુ છે આપ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સફળતા મળ્યા બાદ પાર્ટી દિલ્હી મહાનગર પાલિકાની પેટાચૂંટણીના પરિણામથી ગદગદ છે. આ પેટાચૂંટણીમાં આપે સંપૂર્ણ તાકાત કામે લગાવી હતી. દિલ્હી એમસીડીમાં ભાજપનો કબ્જો છે. તેવામાં ચાર બેઠકો જીતીને આપે આગામી એમસીડી ચૂંટણીમાં લીડ મેળવી લીધી છે. કેજરીવાલ પર દિલ્હીવાસીઓએ ફરી એક વાર વિશ્વાસ મુક્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31