GSTV
Gujarat Government Advertisement

કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણથી વ્યથિત પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધી, કૉર્નેલ યુનિવર્સિટીના કાર્યક્રમમાં વ્યક્ત કરી પીડા

Last Updated on March 3, 2021 by

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે કૉર્નેલ યુનિવર્સિટીના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આંતરિક ખેંચતાણ મુદ્દે રાહુલ ગાંધીએ પોતાની પીડા વ્યક્ત કરી હતી.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘કોંગ્રેસ પક્ષમાં લોકતંત્રને પ્રોત્સાહન આપવાની વાત ઘણા વર્ષોથી કરી રહ્યો છું. આ માટે મારા પક્ષના જ લોકોએ મારી ટીકા કરી હતી. હું એક દાયકાથી કોંગ્રેસમાં આંતરિક લોકતંત્રની તરફેણમાં રહ્યો છું. મે યુવા અને સ્ટુડન્ટ સંગઠનોમાં ચૂંટણીને પ્રોત્સાહન આપ્યું છે. હું પ્રથમ વ્યક્તિ છું જેણે પક્ષમાં લોકતાંત્રિક ચૂંટણીને મહત્ત્વપૂર્ણ માની છે.’

પ્રોફેસર કૌશિક બાસુ સાથેના સંવાદમાં રાહુલ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ લગાવેલી ઈમરજન્સી વિશે પણ વાત કરી અને કહ્યું કે,‘હા, તે એક ભૂલ હતી. પરંતુ ત્યારે જે થયું અને આજે જે થઈ રહ્યું છે તેમાં ઘણો ફેર છે. પોતાની ભૂલ સ્વીકારવી એ સાહસથી ઓછું નથી. અમને સંસદમાં બોલવાની મંજૂરી નથી. કોર્ટ પાસેથી પણ આશા નથી. RSS-ભાજપ પાસે મોટાપાયે આર્થિક તાકાત છે. કોર્પોરેટ સેક્ટરને વિપક્ષની તરફેણમાં રહેવાની મંજૂરી નથી. આ લોકતંત્ર પર યોજનાબદ્ધ રીતે કરાયેલો હુમલો છે.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો